×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણીઃ કોમેડિયન મુનવ્વર ફારુખીનો બેંગ્લોર શો પોલીસે રદ કરાવ્યો


નવી દિલ્હી,તા.28.નવેમ્બર,2021

હિન્દુ દેવી દેવતાઓ પર આપત્તિ જનક ટિપ્પણી કરીને લાંબો સમય જેલની હવા ખાનારા કોમેડિયન મુનવ્વર ફારુખીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી.

ફારુખીને જામીન તો મળી ગયા છે પણ હવે તેના કોમેડી શો એક પછી એક કેન્સલ થઈ રહ્યા છે.બેંગ્લોરમાં આજે તેનો શો યોજાવાનો હતો પણ બેંગ્લોર પોલીસે શોના આયોજકને શો કેન્સલ કરવાની સૂચના આપી છે.

તેના પર ફારુખીએ કહ્યુ છે કે, મને ઈન્દોરના શો દરમિયાન એક જોક માટે જેલમાં પૂરવામાં આવ્યો હતો.આ જોક મેં કહ્યો નહોતો.મારા શોને કેન્સલ કરાયો હતો.આ અન્યાય છે.મારી પાસે તો શોનુ સેન્સર સર્ટિફિેકટ પણ છે.જેનો મતલબ છે કે શોમાં કશું ખોટુ નથી.છેલ્લા બે મહિનામાં મારા 12 શો કેન્સલ થયા છે .કારણકે દરેક શોના વેન્યૂ પર તોડફોડની ધમકી અપાઈ હતી.

દરમિયાન બેંગ્લોર પોલીસે શોના આયોજકને લખેલા પત્રમાં કહ્યુ હતુ કે, અમને ખબર પડી છે કે, ફારુખી એક વિવાદીત વ્યક્તિ છે અને તેણે ધર્મ તેમજ ભગવાન પર વિવાદિત નિવેદન આપેલા છે.ઘણા શહેરોમાં તેના શો પર બેન મુકાયેલો છે.તેની સામે પોલીસ કેસ પણ ચાલી રહ્યા છે.