×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડઃ તિહાડ જેલમાં પૂરાયેલા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે ભૂખ હડતાળ શરુ કરી


નવી દિલ્હી, તા. 27. નવેમ્બર, 2021 શનિવાર

ઓગસ્ટા વેસ્ટ લેન્ડ હેલિકોપ્ટર ડીલ મામલામાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ આરોપી ક્રિશ્ચિયન મિશેલે ભૂખ હડતાળ શરુ કરી છે.

ત્રણ દિવસથી તેણે  ખાવાનુ બંધ કરી દીધુ છે અને તેના પર હવે જેલ અધિકારીઓ નજર રાખી રહ્યા છે.વીવીઆઈપીઓ માટે હેલિકોપ્ટ ખરીદવાના આ ગોટાળામાં વચેટિયાનો રોલ અદા કરનાર મિશેલને 2018માં દુબઈથી પ્રત્યાર્પણ સંધિ હેઠળ પકડીને ભારત લાવવામાં આવ્યો હતો.

સીબીઆઈ અને ઈડીએ તેની પૂછપરછ શરુ કરી હતી.દરમિયાન મિશેલના વકીલોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, અમારા ક્લાયન્ટને પૂર્ણ રીતે કોન્સ્યુલર એક્સેસ અપાઈ રહી નથી.

યુપીએ સરકારે 2010માં આ હેલિકોપ્ટર ખરીદવા માટે 3600 કરોડ રુપિયાની ડીલ કરી હતી.જેમાં ઈટાલીની તપાસ એજન્સીઓએ 360 કરોડ રુપિયા કમિશન ચુકવાયુ હોવાનો આરોપ મુક્યો હતો.આ રકમ ભારતીય અધિકારીઓેને અપાઈ હોવાનો આરોપ મુકાયો હતો.2013માં સીબીઆઈ દ્વારા તેની તપાસ શરુ કરાઈ હતી અને તેમાં તત્કાલીન વાયુસેના પ્રમુખ સંદીપ ત્યાગીને પણ આરોપી બનાવાયા હતા.

ગયા વર્ષે આ કેસમાં સીબીઆઈ દ્વારા ચાર્જ શીટ ફાઈલ કરવામાં આવી છે.