×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાયલન્ટ કિલર 'INS વેલા' ભારતીય નેવીમાં સામેલ, જાણો મારકણી સબમરિનની ખાસિયતો


નવી દિલ્હી,તા.25.નવેમ્બર,2021

ભારતીય નૌકાદળમાં પ્રોજેક્ટ 75 હેઠળ બનેલી મારકણી સબમરિન આઈએનએસ વેલા આજે વિધિવત રીતે સામેલ થઈ ગઈ છે.

પ્રોજેક્ટ 75 હેઠળ બનનારી 6 સબમરિન પૈકીની એક છે.ડિઝલ ઈલેક્ટ્રિક એટેક સબમરિનના ક્લાસમાં આવતી વેલાને સંરક્ષણ  નિષ્ણાતો સાઈલન્ટ કિલરનુ ઉપનામ આપી રહ્યા છે.કારણકે તે દુશ્મનને ખબર પણ ના પડે તે રીતે તેના પર ત્રાટકી શકે છે.

વેલાને ફ્રાંસની બનાવટની સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ડિઝાઈન પ્રમાણે બનાવવામાં આવી છે અને તેનુ નિર્માણ ભારતમાં જ મઝગાંવ ડોકમાં થયુ છે.તેનુ નિર્માણ 2019માં શરુ થયુ હતુ અને 2021માં નૌકાદળને તે સોંપી દેવામાં આવી છે.આજે નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહની હાજરીમાં સબમરિનને ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી.

વેલા 221 ફૂટ લાંબી છે.તેની ઉંચાઈ 40 ફુટ છે અને પહોળાઈ 19 ફૂટની છે.તેમાં ચાર શક્તિશાળી ડિઝલ એન્જિન લગાવાયા છે.વધારે તાકાત આપવા તેમાં ભારતમાં નિર્મિત ફ્યુલ સેલ પણ લગાવાય છે.સબમરિનના એન્જિન ઓછામાં ઓછો અવાજ કરે તે પ્રકારના છે.

તેની મહત્તમ ઝડપ 20 કિલોમીટર નોટિકલ માઈલ છે પણ જ્યારે તે દરિયામાં ડુબકી મારે છે ત્યારે તેની મહત્તમ ઝડપ 37 કિલોમીટર થઈ શકે છે. દરિયાની સપાટી પર તે એક સાથે 12000 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને દરિયાની અંદર તે 1020 કિલોમીટરની યાત્રા કરવા માટે સક્ષમ છે.

પાણીની અંદર તે 50 ફૂટ ઉંડાઈ સુધી જઈ શકે છે.મહત્તમ 1150 ફૂટની ડુબકી મારી શકે છે.વેલામાં 8 નૌ સેના અધિકારીઓ અને 35 જવાનો તૈનાત થઈ શકે છે.

આઈએનએસ વેલા પર 6 ટોરપિડો ટ્યુબ ફિટ કરાઈ છે અને તેમાં 18 ટોરપિડો લગાવી શકાય છે..ટોરપિડો જર્મન બનાવટના છે.સબમરિન થકી એક સાથે 30 માઈન્સ પણ દરિયામાં બીછાવી શકાય છે.આ સિવાય તેમાં એન્ટી શિપ મિસાઈલ પણ તૈનાત કરી શકાય છે.એસએમ.39 એક્ઝોસેટ મિસાઈલની ઝડપ 1148 કિમી પ્રતિ કલાકની છે.જેનાથી બચવુ દુશ્મન જહાજ માટે મુશ્કેલ છે.

ભારત પાસે આ નામની સબમરિન 1973માં હતી.તેણે 2010 સુધી ભારતીય નેવી માટે સેવા આપી હતી.જે સોવિયેટ બનાવટની ફોક્સટ્રોટ ક્લાસની સબમરિન હતી.નવી  સબમરિન આઈએનએસ વેલા વેસ્ટર્ન કમાન્ડ હેઠળ રહેશે અને તે મુંબઈમાં તૈનાત થશે.

સબમરિનને વેલા માછલીનુ નામ અપાયુ છે.જે સમુદ્રની સૌથી ખતરનાક શિકારી માછલી પૈકીની એક ગણાય છે.તેનો એક ડંખ કોઈ પણ સજીવને ખતમ કરવા માટે કાફી છે.