×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેર માર્કેટમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટીને 59 હજારની નીચે, નિફ્ટીમાં 263 પોઈન્ટનો ઘટાડો


- ગત ગુરૂવારે પણ શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર, 2021, સોમવાર

સપ્તાહના પહેલા દિવસે સોમવારે શેર માર્કેટની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ 287.16 પોઈન્ટ એટલે કે, 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85ના સ્તરે ખુલ્યો જ્યારે એનએસઈની નિફ્ટીની શરૂઆત પણ નબળી રહી. લાલ નિશાન સાથે ખુલ્યા બાદ થોડા સમયના વેપાર દરમિયાન જ સેન્સેક્સમાં ભારે ઘટાડો આવ્યો અને 30 શેરવાળો સૂચકઆંક 500 પોઈન્ટ કરતા વધારે નીચે ગયો. આ ઘટાડો એટલેથી ન અટકતાં 12:00 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 890.65 પોઈન્ટ ઘટીને 59 હજારના સ્તરથી નીચે આવી ગયો અને બપોરના સમયે 58,745.36ના સ્તરે કારોબાર ચાલી રહ્યો છે.

નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે લાલ નિશાન પર શરૂઆત બાદ બીએસઈના સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 3 કલાકના વેપાર દરમિયાન જ સેન્સેક્સ 890.65 પોઈન્ટ એટલે કે, 1.49 પોઈન્ટ તૂટી ગયો. બપોરના સમયે આ ઘટાડા સાથે 58,745.36ના સ્તરે વેપાર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 250 કરતા વધારે પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહી છે. નિફ્ટીમાં 263.30 પોઈન્ટ એટલે કે, 1.48 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 17,501.50ના સ્તરે છે. એનએસઈની નિફ્ટી બજાર ખુલવાની સાથે જ 87.35 પોઈન્ટ એટલે કે, 0.49 ટકા તૂટીને 17,677.45ના સ્તરે ખુલી હતી. 

ગુરૂવારે ઘટાડા સાથે બંધ

ગત ગુરૂવારે પણ શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ડોમેસ્ટિક શેર માર્કેટની સાથે જ એશિયાઈ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુરૂવારે બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ 372.32 પોઈન્ટ ઘટીને 59,636.01 અને નિફ્ટી 133.85 પોઈન્ટના ઘટાડા સાથે 17,764.80 પર બંધ રહી હતી.