×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એ દિવસ પણ દુર નથી જ્યારે સરકારે CAAનો કાયદો પણ પાછો ખેંચવો પડશેઃ ઓવૈસી


નવી દિલ્હી,તા.19.નવેમ્બર,2021

નવા કૃષિ કાયદા પાછા ખેંચાયા બાદ મોદી સરકાર બેકફૂટ પર છે.હવે વિપક્ષ દ્વારા કલમ 370 બહાલ કરવા માટે અને CAAના કાયદાને પાછો ખેંચવાની માંગણી શરુ થઈ ગઈ છે.

પહેલા ફારુખ અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, સરકારે જમ્મુ કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરી દેવી જોઈએ અને હવે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ CAAનો મુદ્દો ઉઠાવ્યો છે.ઓવૈસીએ પણ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે એ દિવસ પણ દુર નથી જ્યારે મોદી સરકાર CAAનો કાયદો પણ પાછો ખેંચશે.

તેમણે કહ્યુ હતુ કે, નવા કાયદા સામે જે અભિયાન શરુ થયુ હતુ તેના કારણે મોદી સરકારે ફરી વિચારણા કરવી પડી છે.આ સરકાર લોકોના આંદોલનને હરાવવામાં સફળ થઈ નથી.સરકારે આંદોલનને કચડવાના પ્રયાસ જ કર્યા છે.વિપક્ષ પહેલા દિવસથી કહેતો હતો કે, નવા કૃષિ કાયદા ગેરબંધારણીય છે.આવા કાયદા બનાવવાનો આ સરકારને અધિકાર જ નહોતા. માત્ર પોતાના અહંકારને સંતોષવા આ કાયદા બનાવાયા હતા.જેના કારણે 700 ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ નિર્ણય બહુ મોડો લેવાયો છે.જ્યારે લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે સરકાર ડરી જાય છે.

તેમણે કહ્યુ હતુ કે, CAA વિરોધી આંદોલનના કારણે દેશમાં NRC લાગુ કરવા પર ફુલસ્ટોપ મુકાયુ હતુ.હજી CAAના નિયમો બનાવવાના પણ બાકી છે.