×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શોકિંગઃ દિલ્હી કરતા પણ વધારે ઝેરીલી બની મુંબઈની હવા, પ્રદુષણનુ પ્રમાણ ચોંકાવનારુ


મુંબઈ, તા. 16. નવેમ્બર, 2021 મંગળવાર

ભારતની રાજધાની દિલ્હી દેશનુ જ નહીં પણ દુનિયાનુ પણ સૌથી પ્રદુષિત શહેર બની ગયુ છે.

જોકે ચોંકાવનારી વાત એ છે કે, સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દિલ્હી કરતા પણ વધારે પ્રદુષણ નોંધાયુ હતુ.આમ મુંબઈની હવા દિલ્હી કરતા પણ ખતરનાક બની હતી.મળતી વિગતો પ્રમાણે સમુદ્ર પરથી ફૂંકાતી હવાઓની ઝડપ ઓછી થવાથી અને લાખો વાહનોના ધૂમાડાના કારણે દક્ષિણ મુંબઈમાં સોમવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 નોંધાયો હતો.જ્યારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 હતો.

આ આંકડાએ મુંબઈગરાઓની ચિંતા વધારી દીધી છે.અંધેરીમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયો હતો.મુંબઈમાં પ્રદુષણની સાથે સાથે ગરમી પણ વધી રહી છે.શિયાળો હોવા છતા દિવસનુ તાપમાન 35.2 ડિગ્રી સુધી પહોંચી રહ્યુ છે.

જાણકારોનુ માનવુ છે કે, ઉત્તર પૂર્વ તરફ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે મુંબઈમાં તાપમાન વધ્યુ છે.22 નવેમ્બર પછી તાપમાનનો પારો ઘટશે.