×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બરબાદી તરફ અફઘાનિસ્તાન, લોકો 20 દિવસની બાળકીઓને પણ ભવિષ્યમાં લગ્ન માટે આપવા તૈયાર


નવી દિલ્હી,તા.13.નવેમ્બર,2021

તાલિબાની શાસન લાગુ થયા બાદ અફઘાનિસ્તાન બહુ ઝડપથી બરબાદ થવા તરફ ધકેલાઈ રહ્યુ છે.

અફઘાનિસ્તાનમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે, માતા પિતા પોતાની 20 દિવસની બાળકીના પણ લગ્ન કરાવી દેવા તૈયાર છે.જેથી દહેજમાં થોડા પૈસા મળી શકે.

યુનિસેફના આંકડા પ્રમાણે અફઘાનિસ્તાનમાં 28 ટકા કિશોરીઓના લગ્ન 15 વર્ષ પહેલા અને 49 ટકાના લગ્ન 18 વર્ષ પહેલા જ કરી દેવામાં આવે છે.દેશમાં રાજકીય અસ્થિરતા પેદા થઈ તે પહેલા પણ 2018 અને 2019માં અફઘાનિસ્તાનના બે પ્રાંતમાં 183 બાળ વિવાહ થયા હતા અને બાળકોને વેચવામાં આવ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.વેચાયેલા બાળકોની વય 6 મહિનાથી લઈને 17 વર્ષ સુધીની હતી.

યુનિસેફના હેનરીટા ફોરેએ કહ્યુ હતુ કે, અમને એવી પણ જાણકારી મળી છે કે, પરિવારો દહેજના બદલામાં ભવિષ્યમાં લગ્ન કરવા માટે 20 દિવસની બાળકીઓને પણ વેચી રહ્યા છે.કારણકે દેશમાં અત્યારે અડધા કરતા વધારે વસતી પાસે પીવાનુ પાણી અને ખાવાનાની પણ વ્યવસ્થા નથી.ખરાબ આર્થિક સ્થિતિના કારણે લોકો હજી વધારે ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે.

ફોરેનુ કહેવુ છે કે, શિક્ષણ એ બાળ વિવાહ અને ચાઈલ્ડ લેબર જેવા દુષણો સામે લડવા માટેનુ સારુ માધ્યમ છે પણ તાલિબાને યુવતીઓના શિક્ષણ પર રોક લગાવી દીધી છે.