×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકઃ કન્નૂર-બેંગાલુરૂ એક્સપ્રેસના 5 ડબ્બા ખડી પડ્યા, સદનસીબે 2,348 મુસાફરોનો બચાવ


- અચાનક જ કેટલાક પથ્થરો આવીને પાટા પર પડ્યા હતા જેના કારણે 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2021, શુક્રવાર

કન્નૂરથી બેંગાલુરૂ જઈ રહેલી કન્નૂર-બેંગાલુરૂ એક્સપ્રેસ શુક્રવારે પરોઢિેયે 3:50 કલાકે દુર્ઘટનાનો ભોગ બની હતી. એક્સપ્રેસના 5 ડબ્બા અચાનક જ પાટા પરથી ખડી પડ્યા હતા જેથી લોકોએ બૂમરાણ મચાવી દીધી હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. 

દક્ષિણી-પશ્ચિમી રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે બેંગાલુરૂ મંડલના ટોપપુરૂ-સિવદી વચ્ચે આ દુર્ઘટના બની હતી. અચાનક જ કેટલાક પથ્થરો આવીને પાટા પર પડ્યા હતા જેના કારણે 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે દુર્ઘટના સમયે ટ્રેનમાં 2,348 મુસાફરો સવાર હતા પરંતુ જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા.