×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કૂચબિહારઃ સરહદે BSF અને ગૌ તસ્કરો વચ્ચે એન્કાઉન્ટર, 2 બાંગ્લાદેશી સહિત 3 ઠાર મરાયા


- ટીએમસી દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફનો અધિકાર ક્ષેત્ર વધારવામાં આવ્યો તેના લીધે આ બન્યું 

નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2021, શુક્રવાર

પશ્ચિમ બંગાળના કૂચબિહાર ખાતે શુક્રવારે બીએસએફ અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 2 બાંગ્લાદેશી નાગરિક સહિત કુલ 3 લોકોના મોત થયા છે. કૂચબિહારના સિતાઈ જિલ્લા ખાતે આ ઘટના બની હતી. ટીએમસી દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફનો અધિકાર ક્ષેત્ર વધારવામાં આવ્યો તેના લીધે આ બન્યું છે. 

આ ઘટના શુક્રવારે સવારના સમયે બની હતી. જાણવા મળ્યા મુજબ બીએસએફને સરહદે ગૌ તસ્કરીની સૂચના મળી હતી. તે વિસ્તારમાં બાંગ્લાદેશી તસ્કરોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ત્યાંથી ગૌ તસ્કરી કરી રહ્યા હતા. બીએસએફ દ્વારા તેમને પાછા જતા રહેવા ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તસ્કરો માન્યા નહોતા. આ ઉપરાંત તસ્કરોએ બીએસએફના જવાનો પર હુમલો કરી દીધો હતો જેથી જવાબી કાર્યવાહીમાં બીએસએફના જવાનોએ 3 તસ્કરોને ઠાર માર્યા હતા.