×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતને આઝાદી ભીખમાં મળી હતી તેવા કંગનાના નિવેદન પર ભડકયા વરુણ ગાંધી, કંગનાને દેશદ્રોહી ગણાવી


નવી દિલ્હી,તા.11.નવેમ્બર,2021

બોલીવૂડ એક્ટ્રેસ કંગના ફરી વિવાદોમાં છે.કંગનાએ તાજેતરમાં નિવેદન આપ્યુ હતુ કે, ભારતને 1947માં મળેલી આઝાદી ભીખ હતી.

જેના પર હવે ભાજપના સાંસદ અને છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટી સામે બાગી તેવર દેખાડનારા વરુણ ગાંધી ભડક્યા છે.વરુણે ટ્વિટ કરીને કહ્યુ છે કે, ક્યારેક મહાત્મા ગાંધીની તપસ્યાનુ અપમાન, ક્યારેક તેમના હત્યારાનુ સન્માન અને હવે શહીદ મંગલ પાડે તેમજ રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ તથા લાખો સ્વતંત્ર્તા સેનાનીઓની કુરબાનીઓનો તિરસ્કાર, આ પ્રકારની વિચારધારાને ગાંડપણ કહેવાય કે દેશદ્રોહ?

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ ચેનલના મંચ પર કંગનાએ કહ્યુ હતુ કે, 1947માં ભારતને આઝાદી નહીં પણ ભીખ મળી હતી.સાચી આઝાદી તો 2014માં મળી હતી.

કંગનાના નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે અને હવે વરુણ ગાંધીએ પણ વિવાદમાં ઝુકાવતા આ મામલાને રાજકીય રંગ મળે તેવી પણ શક્યતા છે.