×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રઃ સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- આધ્યાત્મિક શક્તિ છે દેશની સમગ્ર ક્ષમતાનો આધાર


- સંઘ પ્રમુખે કહ્યું કે, સંત નામદેવે લોકોને સરળ ભાષામાં ધાર્મિક જીવન જીવવાનું શિક્ષણ આપ્યું હતું

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર, 2021, ગુરૂવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે જણાવ્યું કે, દેશની સમગ્ર ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર નિર્ભર છે અને સાધુ-સંતોએ ભારતની આધ્યાત્મિક શક્તિ વધારવામાં પોતાનું મહત્વનું યોગદાન આપેલું છે. તેના પહેલા ભાગવત હિંગોલી જિલ્લાના નરસી ખાતે 13મી સદીના સંત નામદેવના જન્મ સ્થળે ગયા હતા. 

આ પ્રસંગે સંઘ પ્રમુખે કહ્યું કે, સંત નામદેવે લોકોને સરળ ભાષામાં ધાર્મિક જીવન જીવવાનું શિક્ષણ આપ્યું હતું. તેમણે વારકરી (ભગવાન વિઠ્ઠલ) શ્રદ્ધાળુઓના સંદેશાને પંજાબ સુધી પહોંચાડ્યો હતો. 

આ હિંદુ સમુદાયની શાંતિપ્રિયતા અને ભાઈચારાને દર્શાવે છે. પંજાબના લોકોએ સંત નામદેવને સરળતાથી અપનાવ્યા. નામદેવના 61 પદ ગુરૂગ્રંથ સાહિબમાં સામેલ છે. શ્રી ગુરૂ નાનક દેવજી અને ગુરૂ ગોવિંદ સિંહજીએ હંમેશા સંત નામદેવને સન્માનનું સ્થાન આપ્યું.

સંઘ પ્રમુખ ગુરૂવારે ઔરંગાબાદ પહોંચશે અને ત્યાં 14 નવેમ્બર સુધી તેઓ વિભિન્ન કાર્યક્રમોમાં સહભાગી બનશે. ત્યાર બાદ હૈદરાબાદ થઈને 15 નવેમ્બરે કોલકાતા પહોંચવાનો કાર્યક્રમ છે.