×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્પેસએક્સના અંતરીક્ષ યાન દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન રવાના થયા 4 યાત્રી, બન્યો એક અનોખો રેકોર્ડ


- નાસાના અહેવાલ પ્રમાણે જર્મનીના મથાયસ માઉરર અંતરીક્ષમાં પહોંચનારા 600મા વ્યક્તિ તરીકે પસંદગી પામ્યા છે

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર, 2021, ગુરૂવાર

એલન મસ્કની કંપની સ્પેસએક્સએ ગુરૂવારે અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને 4 અંતરીક્ષ યાત્રીઓનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)નું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ ક્રૂએ પૃથ્વીની કક્ષા પાર કરી તે સાથે જ 60 વર્ષોના ઈતિહાસમાં 600 લોકોનો અંતરીક્ષમાં પહોંચવાનો રેકોર્ડ બની ચુક્યો છે. મજેદાર વાત એ છે કે, સોવિયેત સંઘ (રૂસે) 1961માં અંતરીક્ષમાં પહેલી વ્યક્તિ મોકલી હતી ત્યારે 600મી વ્યક્તિ એક જર્મન નાગરિક છે જેને અમેરિકા તરફથી મોકલવામાં આવ્યો છે.

સ્પેસએક્સ તાજેતરમાં જ 4 અંતરીક્ષ યાત્રીઓને પોતાના અંતરીક્ષ યાન દ્વારા પૃથ્વી પર પાછા પણ લાવ્યું છે. જાણવા મળ્યા મુજબ આ ટીમમાં જે અંતરીક્ષયાત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે તેમાં એક અનુભવી સ્પેસવોકર (અંતરીક્ષમાં યાનમાંથી બહાર નીકળીને અભ્યાસ કરી ચુકેલી વ્યક્તિ) અને 2 યુવાનો સામેલ છે. નાસાએ તેમને પોતાના આગામી ચંદ્ર મિશન માટે પણ પસંદ કર્યા છે. આ સ્પેસએક્સનું કુલ 5મું માનવ મિશન છે. 

નાસાના અહેવાલ પ્રમાણે જર્મનીના મથાયસ માઉરર અંતરીક્ષમાં પહોંચનારા 600મા વ્યક્તિ તરીકે પસંદગી પામ્યા છે. તેમના સાથે ગયેલા ત્રણેય ક્રૂ મેમ્બર 24 કલાકની અંદર સ્પેસ સ્ટેશન પહોંચી જશે. જોકે, નાસા-સ્પેસએક્સનું આ મિશન આશરે એક સપ્તાહના વિલંબ સાથે લોન્ચ થયું છે કારણ કે, મેક્સિકોની ખાડી પાસે કેપ કૈનાવરલની લોન્ચિંગ સાઈટ પર કેટલાય દિવસોથી વાતાવરણ ખરાબ હતું.