×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ એક વર્ષમાં 112 આતંકવાદીઓને ઠાર માર્યાં


- 135 આતંકવાદીઓની ધરપકડ કરી, બે આતંકવાદીઓએ આત્મસર્પણ કર્યું

- જવાન સાથેની અથડામણમાં  13 નક્સલવાદીઓ માર્યા ગયા : 603ની ધરપકડ જ્યારે 486એ આત્મસર્પણ કર્યું

નવી દિલ્હી, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

જમ્મુ-કાશ્મીરમાં સેના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. સેના સતત આંતકવાદીઓને મુંહતોડ જવાબ આપી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાથી આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો નોંધાયો છે. સેના પર પાકિસ્તાની આતંકવાદીઓના હુમલા પણ વધ્યાં છે.

સીઆરપીએફએ ચાલું વર્ષમાં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 112 આતંકવાદીઓને ઠાર માર્યા છે.  રાજ્યમાં આંતકવાદી હુમલાનો વધારો થઇ રહ્યો છે. સુરક્ષાદળો સાથે પણ આતંકવાદીની મુઠભેડની ઘટના વધી રહી છે. ભારતીય સેનાએ આ વર્ષે કેટલાય આતંકવાદીઓને ખીણ પ્રદેશમાં ઠાર માર્યો છે.

સીઆરપીએફએ તાજેતરમાં જારી કરેલા આંકડામાં જણાવ્યું હતું કે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ એન્કાઉન્ટરમાં કુલ 135 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સીઆરપીએફએ જણાવ્યું કે આ દરમિયાન 135 આતંકવાદીઓ પકડાય ગયા અને બે આતંકવાદીઓ આત્મ સમર્પણ કર્યું છે.

આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 13 નક્સલવાદીઓ માર્યા ગયા છે જ્યારે 603ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 486 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.