×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈ પોલીસે મુકેશ અંબાણીના ઘર બહાર સુરક્ષા વધારી, ટેક્સી ડ્રાઇવરે ફોન કરી આપી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી


- ટેક્સી ડ્રાઇવરે મુંબઇ પોલીસને ફોન કરી આપી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી

મુંબઇ, તા. 8 નવેમ્બર 2021, સોમવાર

મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહારની સુરક્ષા એકાએક વધારી દેવામાં આવી છે. એક ટેક્સી ડ્રાઇવરના ફોન કોલ પછી પોલીસ સક્રિય થઈ ગઈ છે. મુંબઈ પોલીસને કોલ કરી ટેક્સી ડ્રાઇવરે જણાવ્યું કે બે લોકો એન્ટાલિયા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. તેને મુકેશ અંબાણીના ઘર માટે જોખમ તરીકે જોવામાં આવી રહ્યું છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. 

મુંબઈ પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થાને વધારવાને લઇ જાણકારી આપવામાં આવી છે કે પોલીસ કન્ટ્રોલને એક ટેક્સી ડ્રાઇવરનો ફોન કોલ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે બે લોકો મારી પાસેથી એન્ટાલિયાની લોકેશન પૂછી રહ્યા હતા. આ બંને લોકોના હાથમાં બેગ હતી. કોઈ ગંભીર જોખમને જોતા ટેક્સી ડ્રાઇવરે તાત્કાલિક મુંબઈ પોલીસને આ અંગે જાણકારી આપી. પોલીસે આ માહિતી પછી સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દીધી છે. સંપૂર્ણ વિસ્તારની તપાસ શરૂ કરી દેવાઈ છે.

પોલીસે મુકેશ અંબાણીના ઘરની બહાર બેરિકેડ મુકી રસ્તા પરથી પસાર થતાં વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. પોલીસ હાલ આ બંને શંકાસ્પદ લોકોની શોધખોળ હાથ ધરી છે. 

મુકેશ અંબાણી મુંબઇમાં 27 માળના એન્ટિલિયામાં પોતાના પરિવાર સાથે રહે છે. આ વર્ષની 25મી ફેબ્રુઆરીના રોજ એન્ટિલિયાની બહારથી જિલેટીન સ્ટીકથી ભરેલી કાર મળી આવી હતી. જેમાં ધમકી ભરેલી નોટ પણ મળી હતી જેમાં અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી હતી.