×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાન બન્યા બાદ સૌથી પહેલા શું કામ કરશો? રાહુલ ગાંધીએ આપ્યો આવો જવાબ


- દિવાળી ડીનર દરમિયાન રાહુલ ગાંધીએ મહેમાનો સાથે છોલે ભટુરે અંગે પણ વાતચીત કરી હતી

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર, 2021, રવિવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હી ખાતે પોતાના સત્તાવાર નિવાસ સ્થાને તમિલનાડુના કન્યાકુમારીની એક શાળાએથી આવેલા મહેમાનો માટે દિવાળી ડીનર હોસ્ટ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તે શાળાની મુલાકાત લીધી હતી. 

મુલગુમુડુ સ્થિત આ શાળાનું નામ સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કુલ છે. આ શાળામાં જ રાહુલ ગાંધીએ પુશ-અપ્સ કર્યા હતા. રાહુલ ગાંધીએ ડીનર દરમિયાન થયેલી વાતચીતનો વીડિયો ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું કે, તેમની યાત્રાએ દિવાળીને વધુ ખાસ બનાવી દીધી. સંસ્કૃતિઓનો આ સંગમ આપણા દેશની સૌથી મોટી તાકાત છે અને આપણે તેને સંરક્ષિત કરવી જોઈએ. 

ટ્વિટર પર શેર કરવામાં આવેલા એક મિનિટના વીડિયોમાં એક મહેમાને તેમને સવાલ કર્યો હતો કે, જો તમે વડાપ્રધાન બનો તો સૌથી પહેલા કયો આદેશ આપશો. તેના જવાબમાં કેરળની વાયનાડ બેઠકના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું મહિલાઓને અનામત આપીશ.'

તમે તમારા બાળકોને શું શીખામણ આપશો તેવા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જો કોઈ મને પુછે કે તમે તમારા બાળકોને શું શીખવશો તો હું ફક્ત એક જ વાત કહીશ કે નમ્રતા, કારણ કે વિનમ્રતાના કારણે આપણને સમજણ મળે છે. 

દિવાળી ડીનર દરમિયાન રાહુલ ગાંધીએ મહેમાનો સાથે છોલે ભટુરે અંગે પણ વાતચીત કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ખેડૂત આંદોલનના સમર્થનની પ્રશંસા કરી. સાથે જ એમ પણ કહ્યું કે, તે લોકો સાથે તમારી એકતા દર્શાવે છે. 

દિવાળી ડીનરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મહેમાનો સાથે વાતચીત કરી હતી. તેમના સાથે ગીતો ગાયા હતા અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.