×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડનમાં રહેવા જવાનો નથી, રિલાયન્સે અટકળો પર મુક્યો પૂર્ણ વિરામ


નવી દિલ્હી,તા.6.નવેમ્બર,2021

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડન શિફ્ટ થવાનો છે તેવી શરુ થયેલી અટકળો બાદ કંપનીએ સ્પષ્ટતા કરી છે.

કંપનીનુ કહેવુ છે કે, મુકેશ અંબાણી અને તેમના પરિવારનો લંડનના સ્ટોક પાર્ક ખાતે શિફ્ટ થવાનુ કોઈ પ્લાનિંગ નથી અને દુનિયાના બીજા કોઈ દેશમાં પણ તેઓ રહેવા જવાના નથી.

તાજેતરમાં એક અખબારે એવો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો કે, અંબાણી પરિવાર હવે કેટલોક  સમય ભારતમાં અને કેટલોક સમય લંડનમાં વિતાવશે.લંડનમાં મુકેશ અંબાણી પાસે 300 એકરની એક પ્રોપર્ટી છે.

બીજી તરફ રિલાયન્સે કહ્યુ છે કે, સ્ટોક પાર્ક ખાતે જે પ્રોપર્ટી આવેલી છે તે પ્રોપર્ટી કંપનીની છે અને તેમાં ગોલ્ફિંગ રિસોર્ટ ડેવલપ કરવાની યોજના છે.આ રિસોર્ટ રિલાયન્સ ગ્રૂપના બિઝનેસમાં મદદ કરશે.

સ્ટોક પાર્કની પ્રોપર્ટી મુકેશ અંબાણીએ આ વર્ષે જ 592 કરોડ રુપિયામાં ખરીદી છે.જેમાં 49 બેડરુમ છે.આ એક રિસોર્ટ છે અને હોલીવૂડ ફિલ્મો માટે ત્યાં શૂટિંગ પણ થઈ ચુકયુ છે.