×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ પહેરી સેનાની વરદી તો દિગ્વિજય સિંહે ઉઠાવ્યા સવાલ


- કોંગ્રેસી નેતાએ આ ટ્વિટ વડાપ્રધાન મોદીના એ નિવેદનને લઈ કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે, પહેલા હથિયારો ભારત લાવવામાં વર્ષો નીકળી જતા હતા પરંતુ હવે આત્મનિર્ભર ભારત પર ફોકસ કરવામાં આવે છે

નવી દિલ્હી, તા. 06 નવેમ્બર, 2021, શનિવાર

કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ હંમેશા ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા રહે છે. કોઈ પણ મુદ્દો કેમ ન હોય, તેઓ હંમેશા નિશાન તાકવાનું માધ્યમ શોધી જ લેતા હોય છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીની વરદીને લઈ વિવાદ સર્જાયો છે. દિવાળીના દિવસે નૌશેરા ગયેલા વડાપ્રધાન મોદીએ સેનાની વરદી પહેરી રાખી હતી. દિગ્વિજય સિંહે તેને લઈ સવાલો કર્યા છે. 

પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે, શું કોઈ સિવિલીયન આર્મી ડ્રેસ પહેરી શકે છે? શું આ મામલે જનરલ રાવત કે પછી સંરક્ષણ મંત્રી કોઈ સ્પષ્ટતા કરી શકશે? કોંગ્રેસી નેતાએ આ ટ્વિટ વડાપ્રધાન મોદીના એ નિવેદનને લઈ કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે, પહેલા હથિયારો ભારત લાવવામાં વર્ષો નીકળી જતા હતા પરંતુ હવે આત્મનિર્ભર ભારત પર ફોકસ કરવામાં આવે છે. 

વડાપ્રધાન મોદીના તે નિવેદનને આધાર બનાવીને દિગ્વિજય સિંહે તેમના ડ્રેસ અંગે આવી ટિપ્પણી કરી હતી. હજુ સુધી ભારત તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આવી પરંતુ ટૂંક સમયમાં જ આવી શકે છે. 

વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, પહેલાની સરકારોમાં સંરક્ષણ ઉપકરણો સમયસર આવે તે શક્ય નહોતું. બીજા દેશો પાસેથી મગાવવા પર ભાર આપવામાં આવતો. પરંતુ છેલ્લા 7 વર્ષોમાં આ પ્રવૃત્તિ બદલાઈ ગઈ છે. હવે ભારતમાં જ અત્યાધુનિક હથિયારો બની રહ્યા છે અને ઓછા સમયમાં તેમને તૈયાર કરવામાં આવી રહ્યા છે. 

જોકે દિગ્વિજય સિંહને વડાપ્રધાનના આ દાવાઓમાં કોઈ જ દમ નથી જણાયો અને તેમણે આ અંદાજમાં જ પ્રહાર કર્યો હતો. સોશિયલ મીડિયામાં તેમની આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહી છે પરંતુ કોંગ્રેસે તેને પોતાની તરફથી આગળ નથી વધારી અને ભાજપે પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.