×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિવાળી પછી કોરોનાના કેસો વધવાની શક્યતા : નિષ્ણાતો


- પરાળી બાળવા સહિતના કારણોને પગલે પ્રદૂષણ વધવાનો ખતરો

- દેશમાં કોરોનાના નવા 12,885 કેસ : નવા 461 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,59,652

નવી દિલ્હી : દિવાળીના તહેવાર પર ચારેબાજુ ઉજવણી અને આનંદનું વાતાવરણ છે. જો ક તહેવારોની વચ્ચે નિષ્ણાતોએ કોરોના વાઇરસના કેસો વધવાની શંકા વ્યક્ત કરી છે. દેશના કેટલાક રાજ્યોમાં હાનિકારક ફટાકડા પર રાજ્ય સરકારોએ પ્રતિબંધ મૂકી દીધો છે પણ દિવાળી અને દિલ્હીના આજુબાજુના રાજ્યોમાં ખેડૂતો પરાળી બાળવાને  કારણેૈ પ્રદૂષણ વધવાની પૂરેપૂરી શક્યતા છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. 

આ દરમિયાન આજે કોરોનામના નવા ૧૨,૮૮૫ નવા કેસ સપાટી પર આવ્યા હતાં. આ સાથે જ કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૩,૨૧,૦૨૫ થઇ ગઇ છે.  કોરોાને કારણે વધુ ૪૬૧ લોકોના મોત થતાં કુલ મૃતકોની સંખ્યા વધીને ૪,૫૯,૬૫૨ થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૪૮,૫૭૯ થઇ ગઇ છે જે છેલ્લા ૨૫૩ દિવસના સૌથી ઓછા કેસ છે. દેશમાં સતત ૨૭ દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા ૨૦,૦૦૦થી ઓછી છે અને ૧૩૦ દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા ૫૦,૦૦૦થી ઓછી છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૨૬૩૦નો ઘટાડો થયો છે. 

નિષ્ણાતોના જણાવ્યા મુજબ પ્રદૂષણને કારણે દમના દર્દીઓની મુશ્કેલી વધશે તેની સાથે જ પ્રદૂષણના હાનિકારક અસરથી કોરોનાની ત્રીજી લહેરની આવવાની પણ શક્યતા છે. 

એમા કોઇ શંકા નથી કે દિવાળી આનંદનું પર્વ છે પણ પ્રદૂષણને કારણે કોરોનાનો ખતરો વધી શકે છે. આ જ કારણ છે કે સરકારને સાવચેતી રાખવાની અપીલ કરી છે કારણકે કોરોના સંક્રમણનો ખતરો ટળ્યો નથી. 

દિવાળીના તહેવારે લોકો એકબીજાના સંપર્કમાં વધુ આવે છે ત્યારે નાની બેદરકારી કોરોનાના ખતરાને વધારી શકે છે. આરોગ્ય વિભાગે ચિંતા વ્યકત કરી છે કે દિવાળી પછી કોરોના વાઇરસની ઝડપ વધી શકે છે. આરોગ્ય વિભાગ સંક્રમણની શંકાને પગલે કોવિડ સેન્ટરોને સેનિટાઇઝ કરી રહ્યું છે. જિલ્લા અધિકારીઓને કોરોના સંક્રમણ રોકવા માટે તમામ તૈયારીઓ શરૂ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

 દિવાળી પછી કોરોના વાઇરસનું સંક્રમણ ભયજનક સ્તરે પહોંચી ન જાય તે માટે સાવચેતી રાખવી ખૂબજ જરૂરી છે.