×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે કર્યુ એન્ટી એરફિલ્ડ વેપનનુ સફળ પરીક્ષણ, 100 કિમી દુરના ટાર્ગેટને બનાવી શકે છે નિશાન


નવી દિલ્હી,તા.4.નવેમ્બર,2021

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન તથા ભારતીય વાયુસેના દ્વારા દેશમાં જ વિકસીત કરાયેલા એન્ટી એરફિલ્ડ વેપનનુ રાજસ્થાનના જેસલમેરમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.

ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ અંગે જાણકારી આપતા કહ્યુ હતુ કે, સેટેલાઈટ નેવિગેશન તેમજ ઈલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર પર આધારિત બે અલગ અલગ એન્ટી એરફિલ્ડ વેપનનુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.ઈલેક્ટ્રો ઓપ્ટિકલ આધારિત હથિયારનુ દેશમાં પહેલી વખત પરિક્ષણ કરવામાં આવ્યુ છે.

આ સેન્સરને દેશમાં જ ડેવલપ કરવામાં આવ્યુ છે.વાયુસેનાના એક લડાકુ વિમાનમાંથી 28 ઓકટોબર અને 3 નવેમ્બરે જેસલમેર ખાતે આવેલી ચંદન રેન્જમાં આ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મંત્રાલયના કહેવા પ્રમાણે બંને પરિક્ષણ સફળ રહ્યા હતા અને હથિયારે સચોટ રીતે પોતાના ટાર્ગેટ પર પ્રહાર કર્યો હતો.આ વેપન 100 કિલોમીટર દુર આવેલા ટાર્ગેટને આસાનીથી ખતમ કરી શકે છે.