×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

12 લાખ દિવડાથી જગમગી ઉઠી ભગવાન રામની નગરી અયોધ્યા, બન્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

અયોધ્યા, તા. 3 નવેમ્બર 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય દિપોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. પ્રભુ શ્રી રામની નગરીમાં આજે 12 લાખ દિવડા પ્રગટાવામાં આવ્યાં છે જે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ છે. 12 લાખ દિવડામાં રામની પૈડી પર નવ લાખ અને બાકીના અયોધ્યાના અલગ અલગ ત્રણ લાખ દિવડા પ્રગટાવામાં આવી રહ્યાં છે. દિવડાની ગણતરી માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ પણ પહોંચી છે.


આ પહેલા કાર્યક્રમની શરૂઆત શોભાયાત્રા અને ઝાંખી કાઢવામાં આવી હતી. ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ અયોધ્યામાં ભગવાન રામની શોભા યાત્રા રવાના કરાવી હતી. કાર્યક્રમ સ્થળ પર ભગવાન શ્રીરામ અને માતા જાનકી હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતુ અને આરતી કરી ભગવાનના રાજકતિલક કર્યા હતા.

યોગી આદિત્યનાથે કહ્યું જ્યારે પહેલા દિપોત્સવ મહોત્સવમાં આવ્યો હતો ત્યારે અમે કહ્યું હતું કે ધૈર્ય રાખો, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર જરૂર બનશે. આખરે તમારા સંકલ્પોનો વિજય થયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનું 5 ઓગસ્ટ 2020ના રોજ શુભરાંભ પણ કરાવ્યો છે. અયોધ્યામાં જ્યારે ભવ્ય શ્રી રામ મંદિર બનશે, તેની સાથે જ અયોધ્યા દેશ અને દુનિયાની સૌથી પવિત્ર આધ્યાત્મિક નગરી બનશે.