×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

WHO એ મેડ ઇન ઇન્ડિયા COVAXIN રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી


જીનીવા, તા. 3 નવેમ્બર 2021, બુધવાર

ભારત માટે દિવાળી પહેલા એક સારા સમાચાર સામે આવ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટેક્નિકલ સલાહકાર સમૂહે ભારત બાયોટેકની વેક્સિનને 18 વર્ષથી મોટી ઉંમરા વ્યક્તિ માટે ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ભારત બાયોટેકની કોરોના રસીને અત્યાર સુધી મંજૂરી મળી નહતી. આ મામલે લાંબા સમય સુધી મંજૂરી માટે પેન્ડિંગ હતો. જોકે, હાલ ઇમર્જન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ બાળકો પર ઉપયોગ લેવા માટેની મંજૂરી માગી નથી. 

વૈશ્વિક સંગઠન કરફી કો-વેક્સિનને મંજૂરી આપવા માટે કરવામાં આવી રહેલી ઢીલને લઇને ઓક્ટોબરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે અત્યાર સુધી ભારત બાયોટેક તરફથી કો-વેક્સિનને લઇને હજુ વધારે માહિતીની જરૂર છે, જેથી વેક્સિનને ઇમર્જન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપતા પહેલા યોગ્ય રીતે મુલ્યાંકન કરી શકાય.