×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

By Election Result 2021: 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠક પર મતગણતરી ચાલુ


નવી દિલ્હી, તા. 2 નવેમ્બર 2021 મંગળવાર

દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ત્રણ લોકસભા બેઠક અને 29 વિધાનસભા બેઠક પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી હેઠળ મતદાન થયુ હતુ. જે બાદ બે નવેમ્બરે મંગળવારે આ બેઠક માટે મતગણતરી જારી છે. આની પ્રક્રિયા સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ.

ચૂંટણી પંચે અસમની પાંચ, પશ્ચિમ બંગાળની ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયની ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનની બે-બે અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણાની એક-એક સીટ માટે વિધાનસભા પેટાચૂંટણી આયોજિત કરી હતી.

ત્રણમાંથી બે લોકસભા બેઠક પર ભાજપ આગળ

મધ્ય પ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યુ છે. દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર શિવસેના આગળ ચાલી રહી છે.

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર

રાજસ્થાનની બે વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. ધરિયાવદ અને વલ્લભ નગરમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. વલ્લભનગરથી કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તાવત અને ધારિયાવાડથી ભાજપ ધારાસભ્ય ગૌતમ લાલ મીણાના નિધનના કારણે પેટાચૂંટણી કરાવવી પડી.

મધ્યપ્રદેશની ચારેય બેઠકો પર ભાજપ આગળ છે

મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપ ચારેય બેઠક પર આગળ છે. જોકે બીજા રાઉન્ડમાં રૈગાંવ અને ખંડવામાં ભાજપની લીડ ઓછી થઈ છે પરંતુ ખંડવા લોકસભા બેઠક ભાજપના ખાતામાં જતી જોવા મળી રહી છે.

બિહારની બંને સીટો પર RJD-JDUમાં ટક્કર

બિહારની બંને વિધાનસભા બેઠક તારાપુર અને કુશેશ્વરસ્થાનમાં રાષ્ટ્રીય જનતા દળ આગળ ચાલી રહી હતી. તારાપુરમાં આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ હાજર છે. ત્રીજા રાઉન્ડમાં પણ કુશેશ્વરસ્થાનમાં રાજદે આગળ હતી. અહીં રાજદ 670 મતથી આગળ ચાલી રહ્યા હતા પરંતુ 10 વાગ્યા બાદ અહીં જેડીયુ આગળ છે.

પશ્ચિમ બંગાળમાં પણ ટીએમસી આગળ

પશ્ચિમ બંગાળમાં પણ પેટાચૂંટણી થઈ છે. અહીં દિનહાટા, ખરદાહા, ગોસાબા અને શાંતિપુર વિધાનસભા બેઠક પર 30 ઓક્ટોબરે મતદાન થયુ હતુ. અહીં પર તૃણમુલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ટક્કર છે. જોકે ટીએમસીએ હાલ આગળ છે.

અસમ અને કર્ણાટકમાં ભાજપ આગળ

13 રાજ્યોમાં થયેલા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ અસમમાં ત્રણ અને કર્ણાટકમાં 1 બેઠક પર આગળ ચાલી રહી છે.