×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હજુ પણ સેમીફાઇનલમાં પહોંચી શકે છે ભારત, જાણો પોઇન્ટ ટેબલનું આખું ગણીત


અમદાવાદ, તા. 1 નવેમ્બર 2021, સોમવાર

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાર બાદ ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની આશા લગભગ ના ને બરાબર છે. જોકે, ભારત પોતાની બાકીની ત્રણ મેચ મોટા અંતરથી જીતે છે અને ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે હારી જાય છે, ત્યારે ભારતીય ટીમ રન રેટના આધાર પર સેમીફાઇનલમાં પહોંચી શકે છે.

જોકે, વર્તમાન સ્થિતિને જોતા આ શક્યતા ઘણી ઓછી છે, કારણકે અફઘાનિસ્તાનની સામે હાર થયા બાદ પણ ન્યુઝીલેન્ડ બાકીની બે મેચમાં મોટી જીત મેળવી શકે છે અને ભારતની પહેલા સેમીફાઇનલમાં પહોંચી શકે છે. વળી અફઘાનિસ્તાન પણ સેમીફાઇનલનો દાવેદર છે. એવામાં ટીમ ઇન્ડિયામાં તેના ફેન્સની પ્રાર્થના જ કામ આવી શકે છે.

જો એમ માનીને ચાલીએ કે બીજા ગ્રુપમાં ભારત પોતાની બાકી ત્રણેય મેચ જીતી લે છે, સાથે જ ન્યુઝીલેન્ડ પણ સ્કોટલેન્ડ અને નામીબિયાને હરાવી જેશે, એવમાં કેટલા સમીકરણ બની શકે છે તે આવો જાણીએ...

1. ભારતીય ટીમ આગામી ત્રણેય મેચમાં મોટા માર્જીનથી જીત મેળવે છે અને ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તા સામે ઓછા અંતરથી હારી જાય છે ત્યારે ભારત રન રેટના આધાર પર સેમીફાઇનલમાં જગ્યા મળી શકે છે. આ સ્થિતિમાં ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનના છે પોઇન્ટ હશે, પરંતુ સારા રન રેટના આધાર પર ભારત સેમીફાઇનલમાં પહોંચી જશે. બીજી તરફ ન્યુઝીલેન્ડનો રન રેટ +0.765 અને અફઘાનિસ્તાનનો રન રેટ +3.097 છે. જો ટીમ ઇન્ડિયાને સેમી ફાઇનલ પહોંચવું છે તો લીગ મેચ પુરી થાય તે પહેલા પોતાની રન રેટ આ બંને ટીમ કરતા રાખવી પડશે.

2. જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે તો ભારતના સેમીફાઇનલના દરવાજા બંધ થઇ જશે અને ન્યુઝીલેન્ડ પોતાની બાકીની બંને મેચ જીત આઠ પોઇન્ટની સાથે સેમીફાઇનલમાં પહોંચી જશે. આ સ્થિતિમાં રન રેટની પણ કોઇ અસર નહીં પડે. ભારના છ પોઇન્ટ રહેશે અને અફઘાનિસ્તાનના ચાર પોઇન્ટ રહેશે. આ બંને ટીમ સેમીફાઇનલથી બહાર થઇ જશે.

3. જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને મોટા અંતરથી હરાવે છે અને ભારત સામે હારી જાય છે તો પણ ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં પહોંચી જશે. આ સ્થિતિમાં ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તના 6 પોઇન્ટ રહેશે, પરંતુ રન રેટના આધાર પર અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પહોંચી જશે. વળી પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પહોંચવાની દાવેદારી નિશ્ચિત કરી નાખી છે.

ભારતની આગામી મેચ 3 નવેમ્બરના રોજ અફઘાનિસ્તાન, 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરના રોજ નામીબિયા સાથે યોજાવાની છે. જો ભારતને સેમીફાઇનલમાં પહોંચવું છે તો આ તમામ મેચ મોટા અંતરથી જીતવી પડશે.