×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પત્ની પરના આરોપો બાદ ફડણવીસનો પલટવાર- દિવાળી બાદ ફૂટશે બોમ્બ, નવાબ મલિકના અંડરવર્લ્ડ કનેક્શનનો પુરાવો આપીશ


- જાણવા મળ્યા મુજબ રાણાની આ વર્ષે જૂન મહિનામાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા. 01 નવેમ્બર, 2021, સોમવાર

ડ્રગ કેસ વિવાદ મુદ્દે હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામસામે છે. દેવેન્દ્ર ફડણવીસે હવે નવાબ મલિક પર પલટવાર કર્યો છે. ફડણવીસે કહ્યું કે, મલિકે તેમની પત્ની અમૃતા અને ડ્રગ્સ તસ્કર જયદીપ રાણાની જે તસવીર શેર કરી છે તે 4 વર્ષ જૂની છે. જયદીપ રાણા સાથે તેમના પરિવારનો કોઈ જ સંબંધ નથી. 

પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે નવાબ મલિક પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે જેના પુરાવા તેઓ દિવાળી બાદ મીડિયા અને એનસીપી અધ્યક્ષ શરદ પવારને આપશે. 

નવાબ મલિકે સોમવારે કેટલાક ફોટોઝ ટ્વિટ કર્યા હતા. તેમાં દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પત્ની અમૃતા ફડણવીસ જોવા મળી રહ્યા છે. અલગ અલગ ફોટોઝમાં બંને સાથે એક શખ્સ ઉભેલો છે. નવાબ મલિકના કહેવા પ્રમાણે તે જયદીપ રાણા છે જે ડ્રગ્સ તસ્કર છે અને હાલ જેલમાં છે. જાણવા મળ્યા મુજબ રાણાની આ વર્ષે જૂન મહિનામાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 

નવાબ મલિકના આરોપો પર ફડણવીસે સવાલ કર્યો હતો કે, ફોટો ચાર વર્ષ જૂનો છે, મલિકને આજે તેની યાદ શા માટે આવી છે. વધુમાં કહ્યું કે, તે શખ્સ રિવર માર્ચ ઓર્ગેનાઈઝેશનના લોકો સાથે આવ્યો હતો અને ડ્રગ્સ કેસમાં તેનું નામ આવ્યું તે પહેલા મીટિંગ થઈ હતી.