×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં 2020માં દરરોજ 31 બાળકોએ આત્મહત્યા કરી, કોરોનાના કારણે માનસિક દબાણ વધ્યું

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર 2021, રવિરાર

ભારતમાં 2020માં દરરોજ સરેરાશ 31 બાળકોએ આત્મહત્યા કરી છે. નિષ્ણાંતોએ અનુસાર કોરોના મહામારીને કારણે બાળકો પર માનસિક દબાણને જવાબદાર વધવાના કારણે બાળકોએ આ પગલું ઉઠાવ્યું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ 2020માં દેશમાં 11,396 બાળકોએ આત્મહત્યા કરી હતી, જે 2019ની સરખામણીમાં 18 ટકા વધુ છે. NCRBના ડેટા મુજબ 2019માં 9,613 અને 2018માં 9,413 બાળકોએ આત્મહત્યા કરી હતી.

NCRBના ડેટા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આત્મહત્યા માટે પારિવારિક સમસ્યાઓ (4,006), પ્રેમ સંબંધો (1,337), રોગ (1,327) મુખ્ય કારણો હતા. કેટલાક બાળકોના આત્મહત્યા માટે વૈચારિક કારણો બેરોજગારી, નાદારી, નપુંસકતા અને માદક પદાર્થોનો ઉપયોગ જેવા અન્ય કારણો હતા.

નિષ્ણાતોના મતે મહામારીને કારણે શાળાઓ અને રમતગમતની પ્રવૃત્તિઓ બંધ થવાને કારણે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર ખરાબ અસર પડી છે.

બાળ સુરક્ષા માટે કામ કરતી એનજીઓ ‘સેવ ધ ચિલ્ડ્રન’ના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રભાત કુમારે જણાવ્યું હતું કે કોવિડ-19ના પરિણામસ્વરૂપે શાળાઓ બંધ થવા ઉપરાંત, સામાજિક એકલતાના કારણે બાળકો સહિત પુખ્ત વયના લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

કુમારે જણાવ્યું કે આપણે એક સમાજ તરીકે રાષ્ટ્રીય માનવ મૂડીના નિર્માણ માટે બાળકોના શિક્ષણ અને શારીરિક સ્વાસ્થ્ય જેવી મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ તે દરમિયાન આપણે તેમના માનસિક સ્વાસ્થ્ય અને સામારીજ રીતે સમર્થન આપવા પર ધ્યાન નથી આપતા. બાળકોમાં આત્મહત્યાના કેસોમાં સતત થઈ રહેલો વધારો એ સમગ્ર તંત્રની નિષ્ફળતા બતાવે છે. તે માતા-પિતા, પરિવારો, પડોશીઓ અને સરકારની સામૂહિક જવાબદારી છે કે તેઓ એક અનુકૂળ વાતાવરણ તૈયાર કરે જ્યા બાળકો બાળકો તેમના ઉજ્જવળ ભવિષ્યના પ્રત્યે અને સપનાને સાકાર કરવા માટે તત્પર થઈ શકે.