×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તપાસ એજન્સીઓ કેસને કાગનો વાઘ બનાવવાનો પ્રસાય કર્યો : વકીલ મુકુલ રોહતગી


- એનસીબીએ કારણ વગર આર્યન ખાનના કેસને મોટું સ્વરૂપ આપી લંબાવવાનો પ્રયાસ કર્યો

મુંબઇ, તા. 30 ઓક્ટોબર 2021, શનિવાર

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન આજે હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાંથી રિહા થઇ ગયો છે અને પોતાના ઘરે પહોંચી ગયો છે. આર્યન લગભગ 25 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યો અને ત્યાર બાદ શનિવારના રોજ સવારે રિહા થયા છે. દરમિયાન ડ્રગ્સ કેસને લઇને આર્યનના વકીલ મુકુલ રોહતગીએ તપાસ એજન્સીને લઇને કેટલાક મહત્વાના ખુલાસા કર્યા છે.

રોહતગીએ કહ્યું કે હું ત્રણ અલગ અલગ દિવસ સુનાવણીમાં હાજર રહ્યો હતો. પહેલા દિવસે જ કોર્ટમાં ઘણો ઉહાપો જોવા મળ્યો હતો પરંતુ જજે તમામને શિષ્ટાચારમાં રહેવાની સલાહ આપી હતી. કેસ મારા માટે અગત્યનો હતો કારણે કે એક તો આ કેસ આર્યાન ખાન સાથે જોડાયેલો હતો અને બીજું કે આર્યન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું નહતું. તેમણે કહ્યું કે એનસીબી કેસને ખેંચી રહી છે. પરંતુ આર્યન દ્વારા ડ્રગ્સનું સેવન મોટી માત્રમાં ડ્રગ્સ રાખવા કે વેચાણ કરવાના કોઇ પુરાવા મળ્યા નથી.

એકવાર કોઇ વ્યક્તિની ધરપકડ થાય છે તો દેશની તમામ એજન્સીઓ કેદીઓને વધારે સમય જેલમાં રહે તેવો પ્રયાસ કરે છે. દેશના કાયદમાં સ્પષ્ટ કહ્યું કે જો કોઇ વ્યક્તિ પાસે ઓછી માત્રામાં ડ્રગ્સનું સેવન કરતા પકડાય છે તો તેની સાથે ડ્રગ્સ ડીલર જેવો કરવો જોઇએ નહીં. પરંતુ તપાસ એજન્સીઓ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને નાના કેસનો મોટું સ્વરૂપ આપવાનો પ્રયાસમાં રહે છે.