×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિવાહના અભિનેતા યુસુફ હુસૈનનું અવસાન, હંસલ મેહતાએ સસરાને આપી શ્રદ્ધાંજલિ


- યુસુફની દીકરી સફીના હુસૈનની શાદી હંસલ મેહતા સાથે થઈ હતી

નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2021, શનિવાર

બોલિવુડ અને ટીવીના દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનનું શુક્રવારે અવસાન થયું છે. ડાયરેક્ટર હંસલ મેહતાએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણ કરી હતી. યુસુફ, હંસલ મેહતાના સસરા હતા. તેવામાં હંસલે તેમને શ્રદ્ધાંજલિ આપતી એક ઈમોશનલ નોટ શેર કરી છે. હંસલ મેહતા ઉપરાંત મનોજ બાજપેયીએ પણ યુસુફ હુસૈનને યાદ કર્યા છે. 

હંસલે પોતાની નોટમાં લખ્યું હતું કે, 'મેં શાહિદના 2 શેડ્યુલ પૂરા કરી લીધા હતા અને અમે અટકાયેલા હતા. હું પરેશાનીમાં હતો. ફિલ્મકાર તરીકે મારી કરિયર પૂરી થવાની હતી. ત્યારે જ તેઓ આવ્યા અને બોલ્યા મારા પાસે એક ફિક્સ્ડ ડિપોઝિટ છે. જો તું પરેશાનીમાં હોય તો તે મારા કોઈ કામની નથી. તેમણે એક ચેક સાઈન કરીને મને આપ્યો. આવા હતા યુસુફ હુસૈન. મારા સસરા નહીં પણ મારા પિતા. જો જિંદગીનું કોઈ સ્વરૂપ હોત તો તે કદાચ તેમના રૂપમાં જ હોત.'

વધુમાં લખ્યું હતું કે, 'આજે તેઓ ચાલ્યા ગયા છે જેથી સ્વર્ગમાં તમામ યુવતીઓને વિશ્વની સૌથી ખુબસૂરત યુવતી અને દરેક આદમીને સૌથી હસીન નૌજવાન બતાવી શકે. અને અંતમાં ફક્ત એટલું કહે લવ યુ લવ યુ લવ યુ. યુસુફ સાહેબ હું આ નવા જીવન માટે તમારો ઋણી છું. હું આજે સાચે અનાથ બની ગયો છું. હવે જિંદગી પહેલા જેવી નહીં રહે. હું તમને ખૂબ જ યાદ કરીશ. મારું ઉર્દુ ખરાબ જ રહેશે અને હાં લવ યુ લવ યુ લવ યુ.'

યુસુફની દીકરી સફીના હુસૈનની શાદી હંસલ મેહતા સાથે થઈ હતી. યુસુફે પોતાની એક્ટિંગ કરિયરમાં વિવાહ, ધૂમ 2, દિલ ચાહતા હૈ, રોડ ટુ સંગમ, ક્રેઝી કુક્કડ ફેમિલી, બ્લુ ઓર્ગન્સ, ખોયા ખોયા ચાંદ, ધૂમ 2, રેડ સ્વાસ્તિક અને એસ્કેપ ફ્રોમ તાલિબાન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.