×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ક્રૂઝ પર ઉપસ્થિત હતો કાશિફ ખાન, ચલાવે છે સેક્સ રેકેટ' નવાબ મલિકે બતાવ્યું 'દાઢીવાળા' શખ્સનું નામ


- મલિકે સમીર વાનખેડે પર નિશાન સાધતા કહ્યું કે, હવે ડ્રગ્સ કેસમાં લોકોને પકડનારો બચવાનો રસ્તો શોધી રહ્યો છે

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2021, શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ કેસ મામલે નવો આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે અગાઉ ક્રૂઝ પર એક દાઢીવાળા શખ્સની ઉપસ્થિતિનો દાવો કર્યો હતો ત્યારે હવે તેનું નામ પણ જણાવી દીધું છે. નવાબ મલિકના કહેવા પ્રમાણે દાઢીવાળા શખ્સનું નામ કાશિફ ખાન છે. મલિકના કહેવા પ્રમાણે તે ફેશન ટીવીનો ઈન્ડિયા હેડ છે જે ક્રૂઝ પર ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરતો હતો. આ સાથે જ તેમણે કાશિફ સેક્સ રેકેટ ચલાવતો હોવાનો દાવો કર્યો છે. 

મલિકે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દાઢીવાળાનું નામ કાશિફ ખાન છે, તે ફેશન ટીવીનો ઈન્ડિયા હેડ છે. તે દેશભરમાં ફેશન શોઝ કરાવે છે જેમાં બેખૌફ ડ્રગ્સનું વેચાણ, ઉપયોગ કરવામાં આવે છે. તે મોટા પાયે સેક્સ રેકેટ ચલાવવાનું કામ કરે છે. ક્રૂઝ પર તે દિવસે એક પાર્ટી કાશિફ ખાને પણ આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર લોકોને ઈન્વાઈટ કર્યા હતા. 

વાનખેડેને કાશિફ સાથે સંબંધ

વધુમાં મલિકે દાવો કર્યો હતો કે, તેમણે કાશિફ ખાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શોધ્યો છે જેમાં સાંજે 6:23 કલાકે તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ક્રૂઝ પર જોવા મળી રહ્યા છે. મેં સમીર વાનખેડેને પુછ્યું હતું કે, તેમણે તે દાઢીવાળાની પુછપરછ શા માટે ન કરી, તેની ધરપકડ શા માટે ન થઈ. આ દાઢીવાળો ફેશનના નામે દેશમાં ડ્રગ્સ, પોર્નોગ્રાફીનો ધંધો કરે છે. સેક્સ રેકેટ ચલાવે છે. સમીર વાનખેડેને તેના સાથે સારા સંબંધો છે. મલિકના કહેવા પ્રમાણે એક અધિકારીએ તેમને જણાવ્યું કે, ઘણી વખત તેમણે કાશિફ ખાન પર દરોડો પાડવા પ્રયત્ન કર્યો પરંતુ સમીર વાનખેડેએ રોકી દીધા. 

મલિકે સમીર વાનખેડે પર નિશાન સાધતા કહ્યું કે, હવે ડ્રગ્સ કેસમાં લોકોને પકડનારો બચવાનો રસ્તો શોધી રહ્યો છે. પકડાવનારાઓ જેલના સળિયાની પાછળ છે. આ ઉપરાંત મલિકે એનસીબીએ આ કેસમાં ખોટી રીતે એક નાજીરીયન વ્યક્તિને પકડી હોવાનું પણ જણાવ્યું હતું.