×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છેલ્લા એક મહિનામાં પેટ્રોલમાં રૃ. ૬.૯૦ અને ડીઝલમાં રૃ. ૭.૪૫નો વધારો

નવી દિલ્હી, તા. ૨૮આજે સતત બીજા દિવસે પેટ્રોલ એને ડીઝલ બંનેના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મુંબઇમાં એક લિટર પેટ્રોલનોે ભાવ વધીને ૧૧૪.૧૪ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૧૦૫.૧૨ રૃપિયા થઇ ગયો છે. બીજી તરફ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૮.૨૯ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૯૭.૦૨ રૃપિયા થઇ ગયો છે તેમ ઓઇલ માકેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં ૭.૪૫ રૃપિયા અને પેટ્રોલમાં ૬.૯૦ રૃપિયાનો વધારો થયો છે. ૨૮ સપ્ટેમ્બરે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૧.૩૯ રૃપિયા અને ડીઝલનો ભાવ ૮૯.૫૭ રૃપિયા હતો. છેલ્લા એક મહિનામાં ક્રૂડનો ભાવ ૮૦ ડોલરનો ભાવ વધીને ૮૫ ડોલરને પાર થઇ ગયો હતોે. ૨૮સપ્ટેમ્બરે લખનઉમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૮.૫૧ રૃપિયા અને ડીઝલનો ભાવ ૮૯.૯૮ રૃપિયા હતો. લખનઉમાં આજે પેટ્રોલનો ભાવ વધીને ૧૦૫.૨૨ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૯૭.૪૮ રૃપિયા થઇ ગયો છે. ઓક્ટોબર મહિનાના ૨૮ દિવસમાંથી ૨૧ દિવસ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોલ્ડમેન સાક્સે આગામી વર્ષે ક્રૂડ ઓઇલનો ભાવ ૧૧૦ ડોલર થવાની શક્યતા દર્શાવી છે. જો કે આ અહેવાલની વચ્ચે ગઇકાલે અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો બોલાયો હતો. ક્રૂડનો ભાવ ઘટીને ૮૨.૪૯ ડોલર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન(એચપીસીએલ) આતંરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના છેલ્લા ૧૫ દિવસના ભાવ અને ફોરેન એક્સચેન્જના રેટના આધારે દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાતો ફેરફાર સવારે ૬ વાગ્યાથી અમલમાં આવે છે. દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ભિન્ન જોવા મળે છે. રાજસ્થાનમાં પેટ્રોલ પરનો વેટ દેશમાં સૌથી વધારે છે.