×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આર્યનને જામીન મળતા શાહરૂખના ચહેરા પર જોવા મળી ખુશી, વકલીલો સાથેની તસવીર સામે આવી


- મન્નત બહાર દિવાળી જેવો માહોલઃ 25 દિવસે ડ્રગ્સ કેસમાં આર્યનને જામીન મળ્યાં

મુંબઇ, તા. 28 ઓક્ટોબર 2021, ગુરૂવાર

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં 25 દિવસ જેલમાં રહ્યાં બાદ આજે બોમ્બે હાઇકોર્ટે જામીન અરજી મંજૂર કરી હતી. એવામાં શાહરૂખ ખાનના પરિવાર માટે આજનો દિવસ તહેવાર જેવો હતો. શાહરૂખના ઘરની બહાર દિવાળી જેવો માહોલ છે ત્યાં બીજી તરફ આર્યનની જામીન મંજૂર થયા બાદ બોલીવુડના કિંગ ખાનની વકીલો સાથેની તસવીર સામે આવી છે.

દેશના બહુ ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી નીચલી કોર્ટમાં સતત નામંજૂર થઈ રહી હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે જામીન મળી ગયા હતા. જામીન મળ્યા બાદ શાહરૂખ પહેલીવાર સતીશ માનશિંદે અને તેની લીગલ ટીમ સાથે નજરે આવ્યો હતો. જેમાં માનશિંદેનો પરિવાર પણ સામેલ હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે શાહરૂખ સતત આ ટીમની સાથે હતો અને પુત્ર આર્યનને જામીન અપાવવા માટે સંપૂર્ણ રીતે સક્રિય હતો. સતીશ માનશિંદેની ટીમે જણાવ્યું કે આર્યન ખાનને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે.  

બોમ્બે હાઇકોર્ટે આજે આર્યાન ખાન ઉપરાંત અન્ય 2 આરોપી અરબાઝ અને મુનમુન ધમેચાને પણ જામીન મળ્યા છે. પણ આજે રાત તેઓએ જેલમાં જ વીતાવવી પડશે. આર્યનને જેલમાં જામીનના સમાચાર મળ્યા ત્યારે તેઓએ ખાસ રિએક્શન આપ્યું. તેને સાંજનું જમવાનું આપતી સમયે આ સમાચાર આપવામાં આવ્યા હતા. સમાચાર મળતા જ આર્યન હસ્યો અને જેલના કર્મચારીઓનો આભાર માન્યો. જ્યારે જામીનની જાણકારી મળી તો તે ખૂબ જ ખુશ થયો હતો.