×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફટાકડા પરનો પ્રતિબંધ કોઈ સમુદાયની વિરૂદ્ધ નહીં, જીવની કિંમતે ઉત્સવની મંજૂરી ન આપી શકાય: SC


- અમે કોઈના આનંદની આડા નહીં આવી રહ્યા પરંતુ અમે લોકોના મૌલિક અધિકારોના રસ્તામાં પણ ન આવી શકીએઃ કોર્ટ

નવી દિલ્હી, તા. 28 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું કે, તેમના દ્વારા ફટાકડા પર જે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તે, કોઈ સમુદાય કે કોઈ સમૂહ વિશેષના વિરૂદ્ધ નથી. કોર્ટે આ ધારણા દૂર કરતા જણાવ્યું કે, આનંદની આડશમાં તે નાગરિકોના અધિકારોના ઉલ્લંઘનની મંજૂરી ન આપી શકે. જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ એ એસ બોપન્નાની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ઈચ્છે છે કે, કોર્ટના આદેશોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે. 

ફટાકડાના વેચાણ પર પ્રતિબંધના ઉલ્લંઘન મામલે સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે, 'આનંદ કરવાની આડશમાં તમે (ફટાકડા ઉત્પાદકો) નાગરિકોના જીવન સાથે રમત ન કરી શકો. અમે કોઈ સમુદાય વિશેષની વિરૂદ્ધમાં નથી. અમે આકરો સંદેશો આપવા ઈચ્છીએ છીએ કે અમે નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા માટે અહીં છીએ.' કોર્ટે એમ પણ જણાવ્યું કે, ફટાકડા પર પ્રતિબંધનો પહેલાનો આદેશ વ્યાપકરૂપે કારણ બતાવ્યા બાદ આપવામાં આવ્યો હતો. 

બેન્ચે જણાવ્યું કે, 'તમામ ફટાકડાઓ પર પ્રતિબંધ નથી લગાવાયો. આ વ્યાપક જનહિતમાં છે. એક વિશેષ પ્રકારની ધારણા બનાવાઈ રહી છે. તેને એ રીતે ન બતાવવી જોઈએ કે તે પ્રતિબંધ કોઈ વિશેષ ઉદ્દેશ્ય માટે લગાવાયો છે. પાછલી વખતે અમે કહ્યું હતું કે, અમે કોઈના આનંદની આડા નહીં આવી રહ્યા પરંતુ અમે લોકોના મૌલિક અધિકારોના રસ્તામાં પણ ન આવી શકીએ.'