×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયન હથિયારો વગર ભારતીય સેના પ્રભાવશાળી રીતે કામ કરી શકે તેમ નથીઃ અમેરિકન કોંગ્રેસનો રિપોર્ટ

નવી દિલ્હી,તા.27 ઓક્ટોબર 2021,બુધવાર

રશિયન એર ડિફેન્સ સિસ્ટમ એસ-400 ખરીદવા બદલ ભારત પર પ્રતિબંધ મુકવાની અમેરિકામાં ઉઠેલી માંગણી વચ્ચે અમેરિકન કોંગ્રેસના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, રશિયાના હથિયારો વગર ભારતીય સેના અસરકારક રીતે કામ કરી શકે તેમ નથી.

આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, 2010 બાદ ભારતીય હથિયારોની ખરીદીમાં 62 ટકા ફાળો રશિયાના હથિયારોનો રહ્યો છે. ભારતના હથિયારોમાં રશિયન શસ્ત્રોનો મોટો ફાળો છે. નૌસેનાના 10 ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જહાજોમાંથી ચાર રશિયન છે. આ સિવાયના બીજા 17 યુધ્ધ જહાજો પૈકી 6 રશિયન છે. નૌસેનાએ રશિયા પાસે એક ન્યુક્લિયર સબમરિન લીઝ પર લીધેલી છે. ભારતની 14 સબમરિનોમાંથી આઠ રશિયન છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, 2015 બાદ રશિયન હથિયારોની ખરીદી ઓછી થઈ રહી છે પણ જે હથિયારો અત્યારે ખરીદયા છે તેના સપ્લાય માટે પણ ભારતે રશિયા પર આધાર રાખવો પડે તેમ છે. આ સંજોગોમાં નજીકના ભવિષ્યમાં ભારતની રશિયા પરની નિર્ભરતા યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા પોતાના કાયદા હેઠળ રશિયા પાસે હથિયાર ખરીદનારા દેશો પર પ્રતિબંધ મુકતુ હોય છે અને આ પ્રકારનો પ્રતિબંધ ભારત પર પણ મુકવા માટે વિચારણા ચાલી રહી છે.