×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

T20 WC: સુપર-12 મેચનું નિર્ધારણ, પાક-ન્યૂઝીલેન્ડ સિવાય આ ટીમો સામે રમશે ભારત


- શુક્રવારે એક રોમાંચક મુકાબલામાં નામીબિયાએ આયરલેન્ડને હરાવીને સુપર-12માં સ્થાન મેળવ્યું હતું

નવી દિલ્હી, તા. 23 ઓક્ટોબર, 2021, શનિવાર

ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમાશે. સૌ કોઈની નજર આ મહામુકાબલા પર અટકેલી છે. સુપર-12 સ્ટેજમાં પાકિસ્તાન અને ભારત બંને માટે આ પહેલી મેચ છે. સેમીફાઈનલમાં પહોંચ્યા પહેલા ટીમ ઈન્ડિયાએ સુપર-12 સ્ટેજમાં કુલ 5 મેચ રમવી પડશે અને હવે તમામ ટીમોની પસંદગી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડ અને નામીબિયા સામે પણ રમવું પડશે. 

સુપર-12માં ટીમ ઈન્ડિયાની તમામ મેચોની યાદી...

* 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન

* 31 ઓક્ટોબરે ભારત-ન્યૂઝીલેન્ડ

* 3 નવેમ્બરે ભારત-અફઘાનિસ્તાન

* 5 નવેમ્બરે ભારત-સ્કોટલેન્ડ

* 8 નવેમ્બરે ભારત-નામીબિયા

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે એક રોમાંચક મુકાબલામાં નામીબિયાએ આયરલેન્ડને હરાવીને સુપર-12માં સ્થાન મેળવ્યું હતું. નામીબિયા માટે આ ઐતિહાસિક તક છે તેવામાં હવે તેને દિગ્ગજ ટીમો સામે લડવાની તક મળશે જેમાં ભારત પણ સામેલ છે.