×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદીએ ચૂંટણી રાજ્ય યુપીમાં કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ખુલ્લુ મુક્યું


- બૌદ્ધ પર્યટનમાં વધારો કરવાની યોજના

- 260 કરોડના ખર્ચે તૈયાર એરપોર્ટ પર શ્રીલંકાથી અનેક બૌદ્ધોને લઇને આવેલી પ્રથમ ફ્લાઇટનું લેન્ડિંગ થયું

- બુદ્ધના અંતિમ સ્થાન ગણાતા કુશીનગરનો વિકાસ ઉત્તર પ્રદેશ સરકારની પ્રાથમિક્તા રહેશે તેવી પીએમની ખાતરી

કુશીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ખુલ્લુ મુક્યું હતું. કુશીનગર એરપોર્ટ ઉત્તર પ્રદેશનું ત્રીજુ સૌથી લાંબા રનવે વાળુ એરપોર્ટ છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે દુનિયા પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે ત્યારે ક્લાઇમેટ ચેંજ અંગે ચિંતા વ્યક્ત કરે છે. તે સમયે તેની સાથે અનેક સવાલો પણ ઉઠે છે. પણ જો આપણે બુદ્ધનો સન્દેશો અપનાવી લઇએ તો જવાબો પણ મળી જશે. 

પીએમ મોદીએ ભોજપુરીમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. માત્ર એરપોર્ટ જ નહીં કુશીનગર મેડિકલ કોલેજનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ પીએમ નરેન્દ્ર મોદીને ગૌતમ બુદ્ધની મૂર્તિ ગિફ્ટ કરી હતી. મોદીએ કહ્યું હતું કે કુશીનગરનો વિકાસ ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારની પ્રાથમિક્તાઓ પૈકી એક છે. ઉત્તર પ્રદેશમાં કુશીનગર બૌદ્ધો માટેનું મોટુ પર્યટન સ્થળ છે. અહીં ગૌતમ બુદ્ધ અંતીમ સમયે રહ્યા હતા. 

આગામી વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં કેન્દ્ર સરકારે અહીં કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લુ મુક્યું છે.  આ એરપોર્ટ પર શ્રીનંકન એરલાઇન્સ ફ્લાઇટમાં અનેક બુદ્ધો આવ્યા હતા. આ એરપોર્ટ બનાવવા પાછળ આશરે ૨૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યું હતું કે આ એરપોર્ટને કારણે કનેક્ટિવિટી વધશે અને પર્યટકોની સંખ્યાનું પ્રમાણ પણ વધશે જેનાથી પર્યટન ક્ષેત્રના ઉધ્યોગને પણ વેગ મળશે. હાલ ઉત્તર પ્રદેશમાં આઠ એરપોર્ટ સક્રિય છે. મોદીએ કહ્યું હતું કે લખનઉ અને કુશીનગર બાદ હવે જેવાર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામકાજ ચાલી રહ્યું છે. જ્યારે અયોધ્યા, અલીગઢ, આઝમગઢ, ચિત્રકૂટ, મોરાદાબાદ અને સરસ્વતી એરપોર્ટનું કામ પણ ચાલી રહ્યું છે.