×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નોએડાઃ વ્હોટ્સએપ દ્વારા ચલાવી રહ્યો હતો ઓન ડિમાન્ડ સેક્સ રેકેટ, મુખ્ય સૂત્રધારની ધરપકડ, 4 યુવતીઓને બચાવાઈ


- ડીલ થયા બાદ ગાડી દ્વારા યુવતીઓને હોટેલ, ઘર, મકાન પર પહોંચાડતા અને ગ્રાહકો પાસેથી 5,000થી લઈને 20,000 રૂપિયા સુધીની વસૂલાત કરતા 

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

ગૌતમબુદ્ધ નગર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વ્હોટ્સએપના માધ્યમથી ઓન ડિમાન્ડ દેહ વ્યાપાર કરાવતી એક ટોળકીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી 4 યુવતીઓને પણ કસ્ટડીમાં લીધી છે. પોલીસે કરેલા દાવા પ્રમાણે આરોપી પોતાના ગ્રાહકોને ઓન ડિમાન્ડ યુવતીઓ પૂરી પાડતા હતા. ગ્રાહકો જ્યાં યુવતીને બોલાવે ત્યાં પોતાની કાર વડે મુકવા માટે જતા હતા. ઘણી વખત યુવતીઓને કેબ દ્વારા પણ મોકલવામાં આવતી હતી. 

પોલીસના કહેવા પ્રમાણે આરોપી વ્હોટ્સએપ અને ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન બુકિંગ કરીને દેહ વ્યાપારનો ધંધો ચલાવી રહ્યો હતો. તેઓ ગ્રાહકો પાસેથી એડવાન્સમાં ઓનલાઈન પેમેન્ટ લીધા બાદ જ યુવતીઓને તેમના પાસે મોકલતા હતા. પોલીસે આરોપી પાસેથી એક કાર સહિતનો અન્ય સામાન જપ્ત કર્યો છે. 

આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર સલમાન નોએડાના સેક્ટર 71ના સ્ક્વેર મોલ પાસે રહે છે અને તે યુપીના ઔરૈયાનો રહેવાસી છે. સલમાનની થાણા સેક્ટર-24 ક્ષેત્રની સારથી હોટેલ, સેક્ટર-53 નોએડા સામેથી ધરપકડ કરવામાં આવી છે. નોએડાના એસીપી-2 રજનીશ વર્માએ જણાવ્યું કે, આ ગેન્ગ ઈન્ટરનેટ અને વ્હોટ્સએપ નંબરના માધ્યમથી લોકો સાથે વાત કરતી હતી તથા ડીલ થયા બાદ ગાડી દ્વારા યુવતીઓને હોટેલ, ઘર, મકાન પર પહોંચાડતી હતી. તેઓ ગ્રાહકો પાસેથી 5,000થી લઈને 20,000 રૂપિયા સુધીની વસૂલાત કરતા હતા. 

આ આરોપીને પકડવા માટે પોલીસ પોતે જ ગ્રાહક બનીને પહોંચી હતી. આ ટોળકી વ્હોટ્સએપ પર જ ઓન ડિમાન્ડ યુવતીઓના ફોટો ગ્રાહકોને મોકલતી હતી. યુવતી પસંદ આવી જાય અને બધું નક્કી થઈ જાય ત્યાર બાદ આરોપી પોતાની કાર દ્વારા યુવતીને પહોંચાડી દેતા હતા. આરોપી સલમાન વિરૂદ્ધ પહેલેથી જ વિભિન્ન થાણાઓમાં 10 કરતા વધારે કેસ નોંધાયેલા છે. 

પોલીસે આરોપીઓ પાસે રહેલી 4 યુવતીઓને પણ પોતાના કબજામાં લીધી છે. તેમાં 2 યુવતીઓ પશ્ચિમ બંગાળની છે તથા ગાઝિયાબાદ-દિલ્હીની 1-1 યુવતીનો સમાવેશ થાય છે. પુછપરછ દરમિયાન યુવતીઓએ આરોપીઓ તેમના પાસેથી બળજબરીથી દેહવ્યાપાર કરાવતા હોવાની માહિતી આપી હતી. પોલીસ આરોપીઓની ટોળકીમાં સામેલ અન્ય યુવતીઓને છોડાવવા માટે પણ પ્રયત્ન કરી રહી છે. નોએડા પોલીસની અનેક ટીમોએ દિલ્હી એનસીઆરમાં દરોડો પાડ્યો હતો.