×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દુનિયામાં ઝેરીલી બનતી જતી હવાના કારણે દર મિનિટે 13 લોકોના મોતઃ WHO

નવી દિલ્હી,તા.12 ઓક્ટોબર 2021,મંગળવાર

દુનિયાભરમાં વાયુ પ્રદુષણના કારણે થઈ રહેલા મોતને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે.

આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, ઝેરીલી હવાના કારણે દુનિયામાં દર મિનિટે 13 લોકોના મોત થયા છે. આવનારા સમયમાં લોકો જો નહીં ચેતે તો વધારે ગંભીર પરિણામ ભોગવવા પડશે.

સ્કોટલેન્ડમાં ક્લાઈમેટ ચેન્જ પરની બેઠકમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ડો.ઘેબ્રેયસસે કહ્યુ હતુ કે, દુનિયામાં તાપમાનને 1.5 ડિગ્રી ઓછુ કરવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે. ફોસીલ ફ્યુલના એટલે કે પરંપરાગત પેટ્રોલ ડીઝલ જેવા બળતણના ઉપયોગથી લોકોના જીવ જઈ રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યુ છે અને તેના પ્રભાવથી ધનિક હોય કે ગરીબ પણ કોઈ મુક્ત રહી શકવાનુ નથી. અત્યારથી જો પગલા નહીં ભર્યા તો આગામી પેઢી માટે આ વધારે ખતરનાક બનશે.

તેમણે કહ્યુ હતુ કે, લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનની જરૂર છે. જેમાં ઉર્જા, પરિવહન, ખાતર પ્રણાલી સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.