×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદી જોખમી નિર્ણયો લેતા ડરતા નથી, કારણકે સત્તા પર ટકી રહેવુ તેમનુ લક્ષ્ય નથીઃ અમિત શાહ


નવી દિલ્હી,તા.10.ઓક્ટોબર,2021

પીએમ મોદીના સીએમ તેમજ પીએમ તરીકેના કાર્યકાળને 20 વર્ષ પૂરા થવા નિમિત્તે ગૃહ મંત્રી અમિત શાહે સરકારની ચેનલ સંસદ ટીવીને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો.

આ દરમિયાન અમિત શાહે કહ્યુ હતુ કે, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા તો વહિવટીતંત્રની કામગીરીને બરાબર સમજી હતી અને એ પછી નિષ્ણાતોને સરકાર સાથે જોડ્યા હતા.તેમના વિચારોને જાણીને લોકો સુધી અલગ અલગ પ્રકારની યોજનાઓને પહોંચાડી હતી.ગુજરાતમાં સૌથી ઉપેક્ષિત આદિવાસીઓ હતા.કોંગ્રેસે તેમનો ઉપયોગ વોટ બેન્ક તરીકે જ કર્યો હતો.2003માં સીએમ તરીકે નરેન્દ્ર મોદીએ પહેલી વખત વેર વિખેર થયેલી યોજનાઓને જોડીને આદિવાસીઓને તેમની જનસંખ્યાના આધારે અધિકારો આપ્યા હતા.પીએમ મોદીના મુખ્યમંત્રી તરીકેના સફળ શાસનના કારણે લોકોને આશા જાગી હતી કે, મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ પણ સફળ થઈ શકે છે.

અમિત શાહે કહ્યુ હતુ કે, પીએમ મોદી જોખમ લઈને નિર્ણયો કરે છે તે વાત સાચી છે અને તેમણે પોતે પણ કહ્યુ છે કે, આપણે દેશ બદલવા માટે સરકારમાં આવ્યા છે.માત્ર સરકાર ચલાવવા માટે નથી આવ્યા.આપણુ લક્ષ્ય દેશમાં પરિવર્તન લાવવાનુ છે.દેશને દુનિયામાં સન્માન અપાવવાનુ છે.પીએમ મોદી કોઈ પણ નિર્ણયો લેતા ડરતા નથી.કારણકે સત્તામાં રહેવુ તેમનુ લક્ષ્ય નથી.રાષ્ટ્રપ્રેમ તેમનુ એક માત્ર લક્ષ્ય છે.દેશની ઘણી સમસ્યાઓને પીએમ મોદીએ પરંપરાગત ઢબથી અલગ રીતે ઉકેલી છે.આ જ તો રિફોર્મ છે.

તેમણે કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી પીએમ બન્યા તે પહેલા દેશનુ દુનિયામાં કોઈ સન્માન નહોતુ.દેશની બહારી અને આંતરિક સુરક્ષામાં ગાબડા હતા.આજે સાત વર્ષ પછી તમામ સિસ્ટમ પોતાની જગ્યાએ યોગ્ય રીતે કામ કરી રહી છે.પીએમ મોદીએ એક માત્ર એવા વ્યક્તિ છે કે જેમના પર તમામ પ્રકારના આરોપ લાગ્યા હતા પણ એક પણ આરોપ પૂરવાર થઈ સક્યો નથી.કારણકે તેમનુ જીવન પારદર્શક છે.દરેક વિરોધ સાથે પીએમ મોદી મજબૂત થાય છે.પીએમ મોદી આકરા નિર્ણય લે છે અને દેશના લોકો તેમની સાથે ઉભા રહે છે તેનાથી મોટી બીજી કઈ ઉપલબ્ધિ હોઈ શકે?