×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અંધારપટનુ સંકટઃ કેન્દ્રીય ઉર્જા મંત્રીનુ કહેવુ છે કે, બધુ બરાબર ચાલે છે, કોલસાની કોઈ અછત નથી


નવી દિલ્હી,તા.10.ઓકટોબર,2021

દેશના વિવિધ પાવર પ્લાન્ટમાં એક તરફ કોલસાની તંગીના કારણે ઉત્પાદન ઠપ થવાની અણી પર છે અથવા તો કેટલીક જગ્યાએ વીજ ઉત્પાદન બંધ થઈ ચુકયુ છે ત્યારે કેન્દ્રીય ઉર્જા મંત્રીનુ કહેવુ છે કે, બધુ બરાબર ચાલી રહ્યુ છે.

ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યુ હતુ કે, કોલસાનુ સંકટ હતુ જ નહીં અને આગળ પણ નહીં સર્જાય.આજે પણ કોલસાનો સરેરાશ ચાર દિવસથી વધારે સ્ટોક છે.અમારી પાસે રોજ સ્ટોક આવે છે.ગઈકાલે જેટલો કોલસો વપરાયો તો તેટલો સ્ટોક આજે આવ્યો છે.કોલસાની ઉત્પાદન ક્ષમતા વધારવાની જરુર છે અને તેના પર કાર્યવાહી થઈ રહી છે.

ઉર્જા મંત્રીએ રવિવારે દિલ્હીમાં તમામ પદાધિકારીઓની બેઠક પણ બોલાવી હતી અને તેમણે તેમાં પણ કહ્યુ હતુ કે, દિલ્હીને જેટલી વીજળીની જરુર છે તેટલી પૂરી પડાઈ રહી છે.એક વીજ કંપનીએ દિલ્હીમાં ગ્રાહકોને મેસેજ મોકલ્યો હતો કે, વીજ પૂરવઠો ખોરવાઈ શકે છે પણ એ મેસેજ એટલા માટે હતો કે, આ કંપનીનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થવા જઈ રહ્યો છે.

બીજી તરફ ઘણા મુખ્યમંત્રીઓ વીજળી સંકટની આશંકાના પગલે પીએમ મોદીને પત્ર લખ્યો છે.જેમાં દિલ્હી, પંજાબ અને આંધ્રપ્રદેશના સીએમનો સમાવેશ થાય છે.