×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લખીમપુર હિંસાને હિન્દુ વિરુધ્ધ સીખની લડાઈમાં ફેરવવાના પ્રયત્ન થઈ રહ્યા છેઃ વરુણ ગાંધી


નવી દિલ્હી,તા.10.ઓકટોબર,2021

લખીમપુર હત્યાકાંડ અંગે ભાજપના નેતા વરુણ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે.વરુણ ગાંધીએ કહ્યુ છે કે, લખીમપુરની હિંસાને હિન્દુ અને સીખ વચ્ચેની લડાઈમાં બદલવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લખીમપુરની ઘટના બન્યા બાદ યુપીના સાંસદ વરુણ ગાંધીએ પહેલા પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યુ હતુ અને ખેડૂતો સામે થયેલી હિંસા પર સવાલ ઉઠાવ્યા હતા.એ પછી વરુણ ગાંધી અને તેમના માતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી બહાર કરી દેવાયા હતા.

જોકે હવે વરુણ ગાંધીએ આ હત્યાકાંડ પર ચિંતા વ્યક્ત કરીને કહ્યુ છે કે, આ ઘટનાને હિન્દુ વર્સિસ સીખની લડાઈમાં ફેરવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.આ પ્રકારની અફવા ફેલાવવી ખતરનાક સાબિત થઈ શકે છે.રાજકીય લાભ મેળવવા માટે રાષ્ટ્રીય એકતા સાથે રમત રમવાનુ જોખમ લેવા જેવુ નથી.