×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ સાયલન્ટ પણ છે અને વાયોલન્ટ પણ છે, રાહુલ ગાંધીનો ડબલ એટેક


નવી દિલ્હી,તા.10.ઓક્ટોબર,2021

પીએમ મોદી પર રાહુલ ગાંધીએ ડ઼બલ એટેક કરીને તેમને સાયલન્ટ પીએમ અને વાયોલન્ટ પીએમ ગણાવ્યા છે.

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે વધતી મોંઘવારી, તેલના ભાવ, બેકારી, ખેડૂતો તેમજ ભાજપના કાર્યકરોની હત્યા પર પીએમ ચૂપ રહે છે અને જ્યારે તેમની સાચી ટીકા થાય છે અને તેમના મિત્રો પર સવાલ પૂછવામાં આવે છે ત્યારે પીએમ વાયોલન્ટ થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, લખીમપુરમાં ખેડૂતોની રેલી દરમિયાન થયેલી હિંસા બાદ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યુ છે.રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ ઘટના પર સતત નિવેદન આપી રહ્યા છે.ગઈકાલે પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આજે ભોજન કરતી વખતે એ અન્નદાતા અંગે વિચારજો , જે દેશનુ પેટ ભરવા માટે પોતાના લોહી પરસેવાને વહાવે છે અને તેમને ન્યાય અપાવવાની આપણી ફરજ છે.ખેડૂતોના મામલા સિવાય પેટ્રોલ ડિઝલની મોંઘવારીનો મુદ્દો પણ રાહુલે ઉઠાવ્યો છે.

પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રુપિયે પ્રતિ લિટર પહોંચી ચુકયા છે.રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં થઈ રહેલો વધારો પણ લોકોની કમર તોડી રહ્યો છે.