×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રૂઝ ડ્રગ્સ કેસઃ આર્યન ખાન જેલમાં, જામીન અંગેના નિર્ણય પહેલા જ NCBએ પહોંચાડ્યો જેલમાં


- તમામ આરોપીઓનો કોરોના ટેસ્ટ થઈ ગયો છે અને તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર, 2021, શુક્રવાર

મુંબઈના મેજિસ્ટ્રેટે આર્યન ખાન અને અન્ય 8 આરોપીઓના જામીન કેસની સુનાવણીની શરૂઆત કરી છે અને એનસીબી દ્વારા જવાબ દાખલ કરવામાં આવ્યો છે.

ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો દિવસ ખૂબ જ નિર્ણાયક હતો. આર્યનને મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ શિપમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીનો હિસ્સો રહેવા બદલ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. 

આર્યન છેલ્લા 7 દિવસથી એનસીબીની ધરપકડમાં હતો. બીજી ઓક્ટોબર, શનિવારના રોજ એનસીબી દ્વારા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ ન મળ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. 

ગુરૂવારે કોર્ટમાં હાજર રહ્યા બાદ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ આર્યન ખાનની જામીન અરજી પર કામ શરૂ કરી દીધું હતું. આર્યન ખાને એનસીબીના કાર્યાલયમાં રાત વિતાવી હતી કારણ કે, જેલમાં જવા માટે તેમનો કોરોના ટેસ્ટ નહોતો થયો અને સમય પણ વીતી ગયો હતો.