×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપની પ્રચંડ જીત, 44માંથી 40 બેઠકો પર જીત, કોંગ્રેસને 3 અને આપને એક બેઠક

ગાંધીનગર,તા.5 ઓકટોબર 2021,મંગળવાર

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આખરે જાહેર થઈ ગયા છે અને ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે.

ગાંધીનગરની 44 બેઠકો પૈકી 40 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર 3 અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભાજપને 10 વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી મળી છે.

ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે.બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ છે.

ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયુ હતુ. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.