×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેન્ડોરા પેપર્સમાં 300 ધનિક ભારતીયોની કરચોરીનો પર્દાફાશ


દુનિયાભરના પત્રકારોની સંયુક્ત તપાસે વિશ્વના ધનકુબેરોની બેનામી સંપત્તિ ઉજાગર કરી 

સચિન તેંડુલકર, અનિલ અંબાણી, નિરવ મોદી, કિરણ મજૂમદાર, વિનોદ અદાણી, જેકી શ્રોફ સહિતના નામો ખુલતાં ખળભળાટ

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય પત્રકારોના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન રીપોર્ટિંગમાં દુનિયાભરના મોટા માથાઓની કરચોરીનો ઘટસ્ફોટ થયો હતો. 300 કરતાં વધુ ભારતીયોના નામ પેન્ડોરા પેપર્સમાં ખુલ્યા છે. એમાં સચિન તેંડુલકર, અનિલ અંબાણી, નિરવ મોદીની બહેન અને કિરણ મજૂમદારના પતિ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતના આવકવેરા વિભાગથી માહિતી ગુપ્ત રાખીને વિદેશી કંપનીઓમાં ગેરકાયદે રોકાણથી ટેક્સ ચોરી કર્યાનો ધડાકો થયો છે.ભારતના 380 જેટલાં ધનિક ભારતીયોના નામ એમાં ખુલ્યા છે. એમાંથી 80 જેટલાં ભારતીયોના નામ જાહેર થઈ ચૂક્યા છે.

સચિન તેંડુલકર, તેની પત્ની અંજલિ, અંજલિના પિતા, અનિલ અંબાણી, નીરવ મોદીની બહેન, કિરણ મજૂમદાર શોના પતિ જેવા નામો ખુલતા ખળભળાટ મચી ગયો છે. આમાંથી ઘણાંએ સત્તાવાર નિવેદનમાં આ આરોપ નકારી કાઢ્યા હતા અને સંપત્તિનું રોકાણ ગેરકાયદે ન હોવાનો દાવો પણ કર્યો હતો.

વિદેશોમાં પ્રાઇવસી કાયદા કડક હોવાથી ત્યાં સૃથપાતાં ટ્રસ્ટ-કંપનીની માહિતી ગુપ્ત રહે છે. જેનો ઉપયોગ બેનંબરી આવકને સંતાડવા માટે કરવામાં આવે છે. પેન્ડોરા પેપર્સમાં આ આ લોકોના નામ પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યા છે. દુનિયાભરના 150 જેટલા મીડિયા હાઉસના પત્રકારોના જૂથે સંયુક્ત ઈન્વેસ્ટિગેશન અહેવાલમાં આ ઘટસ્ફોટ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. ભારતના 380 જેટલા નામો એમાં ખુલ્યા છે.

પેન્ડોરા પેપર્સમાં પાંચ ભારતીય રાજકારણીઓના નામ છે, પરંતુ તેમના નામ અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ ન હતી. આ એવા નામો છે, જે સાંસદ રહી ચૂક્યા છે અને આવકવેરા વિભાગની રડારમાં પહેલેથી જ છે.  તો પાકિસ્તાનના 700 ધનિકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે. જેમાં ઈમરાનના મંત્રીઓનો પણ સમાવેશ થયો છે. કેટલાય મંત્રીઓના પરિવારના નામો પણ એમાં ખુલ્યા છે.

અહેવાલો પ્રમાણે 1.19 કરોડ ગુપ્ત ફાઈલો હાથ લાગી છે, જેમાં દુનિયાના ટોચના ધનપતિઓની બેનામી લેવડદેવડનો હિસાબ છે. સુપરસ્ટાર સિંગર શકિરા, સુપર મોડેલ ક્લાઉડિયા શિફર, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર, જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા, ઈક્વાડોરના પ્રમુખો, ચેક રિપબ્લિકના વડાપ્રધાન, રશિયન પ્રમુખ પુતિનના પ્રચાર મંત્રી, અમેરિકા-રશિયા-બ્રિટનના 130થી વધુ અબજોપતિઓ આ યાદીમાં છે.

પત્રકારોની ટીમના દાવા પ્રમાણે તેમને આ વિગતો એ 14 કંપનીમાંથી મળ્યા છે, જે શેલ કંપનીઓ બનાવવામાં સંડોવાયેલી હતી. દુનિયાના શક્તિશાળી 336 રાજકારણીઓ સાથે સંડોવાયેલી 956 કંપનીનો પત્તો આ અહેવાલોમાં લાગ્યો હતો. 

પેન્ડોરા પેપર્સ શું છે? 

આ ગ્લોબલ કોર્પોરેટ સર્વિસ પુરી પાડતી 14 કંપનીઓની લીક થયેલી 11.9 મિલિયન ફાઇલ્સ છે. આ કંપનીઓ દ્વારા 29,000 ઓફ્ફ ધ શેલ્ફ કંપનીઓ અને પ્રાઇવેટ ટ્રસ્ટો સૃથાપવામાં આવ્યા છે જે જાણીતા કરચોરોના સ્વર્ગ દેશો ઉપરાંત સિંગાપોર, ન્યુ ઝિલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટસમાં પણ આવી સેવાઓ પુરી પાડે છે. 

આ દસ્તાવેજો પ્રાઇવેટ ઓફફશોર ટ્રસ્ટમાં ખડકવામાં આવેલી રોકડ, શેરહોલ્ડિંગ અને  રિઅલ એસ્ટેટ પ્રોપર્ટીઓના માલિકોના નામ દર્શાવે છે. પેન્ડોરા પેપર્સમાં 380 ધનવાન ભારતીયો સંડોવાયેલા છે જેમાંથી ઇન્ડિયન એક્સપ્રેસે 60 હસ્તીઓના નામોની દસ્તાવેજો સાથે ખરાઇ કરવામાં આવી છે. આ તપાસ હાલ ચાલી રહી છે.

ક્યા ભારતીય ધનકુબેરોના નામ ખુલ્યા?

 અનિલ અંબાણી

 સચિન તેંડુલકર

 અંજલિ (સચિનની પત્ની)

 આનંદ મહેતા (અંજલિના પિતા)

 નીરા રાડિયા

 નીરવ મોદી

 પૂર્વી મોદી (નીરવની બહેન)

 વિનોદ અદાણી

 સતિષ શર્મા

 ઈકલાબ મિર્ચી અને પરિવાર

 જેકી શ્રોફ

 જ્હોન માર્શલ શૉ 

  (કિરણ મજૂમદારના પતિ)

 અજય અજિત કેરકર

ટોચના વિદેશી નામ

 પોપસ્ટાર શકિરા

 ટોની બ્લેયર

 અબ્દુલ્લા (જોર્ડનના રાજા)

 એન્ડ્રૂઝ (ચેક રિપબ્લિકના પીએમ)

 વોલોડીમીર ઝેલેન્સ્કી (યુક્રેન પ્રમુખ)

 પુતિનની ગર્લફ્રેન્ડ તેમજ તેનો નજીકનો સાથીદાર પીટર કોલબીન

 મુનીસ ઈલાહી (ઈમરાનનો નજીકનો નેતા અને પાક. મિનિસ્ટર)

 ઉદુરૂ કેન્યાર (કેન્યાના પ્રમુખ)