×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનરજીનો રેકોર્ડબ્રેક 58832 મતે ભવ્ય વિજય


નવી દિલ્હી,તા.3.ઓક્ટોબર,2021

પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભવાનીપુરની હાઈપ્રોફાઈલ બેઠક પર મમતા બેનરજીએ 58832 મતથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ સામે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે.

આમ તો ચોથા પાંચમા રાઉન્ડની ગણતરી બાદ જ નક્કી થઈ ગયુ હતુ કે, મમતા બેનરજીની જીત નિશ્ચિત છે પણ મતગણતરી બાદ તેઓ કેટલા મતથી જીતે છે તેની રાહ જોવાતી હતી.અપેક્ષા પ્રમાણે જ ટીએમસીએ અહીંયા ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા છે.

મમતા બેનરજીને સીએમ પદે રહેવા માટે આ ચૂંટણી જીતવી જરુરી હતી અને તેના કારણે આ બેઠક તેમના માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ હતી.મમતા બેનરજીની જીતની ટીએમસીના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી.

મમતા બેનરજીને કુલ 84000 કરતા વધારે મત મળ્યા છે જ્યારે ભાજપની પ્રિયંકા ટિબરેવાલને 26000 ઉપરાંત મત મળ્યા છે.

મમતા બેનરજીના ભાઈએ કહ્યુ હતુ કે, રાજ્યમાં ટીએમસીનો કોઈ વિકલ્પ નથી અને હવે 2024માં દિલ્હીમાં પણ અમે સરકાર બનાવીશું.