×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીઃ શાહરૂખ ખાનના દીકરા આર્યનની પુછપરછ ચાલુ, કહ્યું- ગેસ્ટ તરીકે બોલાવાયેલો


- દિલ્હીની એક કંપની Namascray Experience દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક મુસાફરની ટિકિટની કિંમત 80,000 રૂપિયા હતી

નવી દિલ્હી, તા. 03 ઓક્ટોબર, 2021, રવિવાર

મુંબઈથી ગોવા જઈ રહેલા એક લક્ઝરી ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી થઈ રહી હતી અને અધવચ્ચે જ એનસીબીની ટીમે તેના પર દરોડો પાડી દીધો હતો. પાર્ટીમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. એનસીબીની ટીમ દ્વારા હાલ આર્યનની પુછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં 8 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. 

મધદરિયે ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર દરોડો પાડીને એનસીબીએ સૌને ચોંકાવી દીધા છે અને દરિયામાં એનસીબીનું આ અત્યાર સુધીનું પહેલું અને મોટું ઓપરેશન છે. શાહરૂખ ખાનના દીકરા આર્યને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, તેને પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો અને તેણે પાર્ટીમાં સામેલ થવા કોઈ રૂપિયા નથી આપ્યા. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના કહેવા પ્રમાણે હજુ સુધી આર્યનની ધરપકડ નથી કરવામાં આવી. 

આર્યનના કહેવા પ્રમાણે તે પાર્ટીમાં તેના નામે લોકોને ઈન્વાઈટ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ક્રૂઝની અંદર ચાલી રહેલી પાર્ટીનો એક વીડિયો પણ એનસીબીના હાથમાં આવ્યો છે જેમાં આર્યન જોવા મળી રહ્યો છે. પાર્ટી દરમિયાન આર્યને વ્હાઈટ ટી શર્ટ, બ્લુ જીન્સ, રેડ ઓપન શર્ટ અને કેપ પહેરેલા હતા. એક અહેવાલ પ્રમાણે જે લોકોને પકડવામાં આવ્યા છે તેમના પાસેથી રોલિંગ પેપર પણ મળ્યા છે. 

એનસીબીના અધિકારીઓએ શાહરૂખ ખાનના દીકરા આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે અને તેમના મોબાઈલ ફોનની ચેટની તપાસ થઈ રહી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા અન્ય લોકોના મોબાઈલ ફોન જપ્ત કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં દિલ્હીથી આવેલી 3 છોકરીઓની પણ કસ્ટડીમાં પુછપરછ થઈ રહી છે. તે ત્રણેય મોટા કારોબારીઓની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. 

એનસીબી હેડક્વાર્ટર દ્વારા સમગ્ર કેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ દિલ્હીની એક કંપની Namascray Experience દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક મુસાફરની ટિકિટની કિંમત 80,000 રૂપિયા હતી.