×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વૉશિંગ્ટન પહોંચેલા PM મોદીનુ ભવ્ય સ્વાગત કરાયુ, આજે કેટલાક CEO સાથે મુલાકાત


નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2021 ગુરૂવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના પ્રવાસ માટે અમેરિકા પહોંચ્યા છે. ભારતીય સમયાનુસાર ગુરૂવારે સવારે પીએમ મોદી વૉશિંગ્ટન પહોંચ્યા, જ્યાં ભારતીય સમુદાયે પીએમ મોદીનુ જોરદાર સ્વાગત કર્યુ. હવે આજથી જ પીએમ મોદી પોતાની બેઠકમાં જશે. જેમાં પહેલા દિવસે કેટલીક કંપનીના CEO સાથે મુલાકાત પણ થવાની છે.

એરપોર્ટ પર પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત

કોરોના સંકટ કાળની વચ્ચે પહેલીવાર પીએમ મોદીની કોઈ મોટી વિદેશ યાત્રા થઈ રહી છે. ગુરૂવારે સવારે લગભગ સાડા ત્રણ વાગે (ભારતીય સમયાનુસાર) જ્યારે પીએમ મોદી વૉશિંગ્ટન પહોંચ્યા ત્યારે ત્યાં ભારતીય સમુદાયે તેમનુ સ્વાગત કર્યુ. પીએમ મોદીએ તમામનો આભાર માન્યો. સાથે જ ટ્વીટર પર તસવીર પણ શેર કરી.

ગુરૂવારે શુ હશે પીએમ મોદીનો કાર્યક્રમ

આજે વડા પ્રધાનની કેટલીક મહત્વની મુલાકાત છે. આ દરમિયાન તેઓ કેટલીક કંપનીના CEO સાથે મુલાકાત કરશે. આ સિવાય પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.

( ભારતીય સમયાનુસાર)

7.15 PM: ક્યુઅલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોન સાથે બેઠક.

7.35 PM: એડોબના ચેરમેન સાથે બેઠક.

7.55 PM: ફર્સ્ટ સોલરના CEO માર્ક વિડમર સાથે બેઠક.

8.15 PM: જનરલ એટોમિક્સના CEO સાથે બેઠક.

8.35 PM: બ્લેકસ્ટોનના CEO સાથે બેઠક.

11 PM: ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત.

24 સપ્ટેમ્બર, શુક્રવાર

12.45 am: ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા

03.00 AM: જાપાની પીએમ સાથે બેઠક

પીએમ મોદીની મુલાકાતમાં શું હશે ખાસ?

પોતાની ત્રણ દિવસની મુલાકાતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે. આ સિવાય પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળવાના છે. પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવાનો છે. ત્યાં, વડા પ્રધાન સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને પણ સંબોધિત કરશે.

અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસ, કોરોના સંકટ, રસીકરણ સહિત તમામ મુદ્દાઓ પર ભારતની ભૂમિકા ખૂબ મહત્વની છે, જેની વૈશ્વિક અસર છે. આવી સ્થિતિમાં વિશ્વની નજર પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન યોજાનારી તમામ બેઠકો પર છે.