×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્પેસ-એક્સ દ્વારા નવા યુગનો આરંભ બધા માટે અંતરિક્ષ યાત્રાના દ્વારા ખૂલ્યા


ત્રણ દિવસ બાદ કેપ્સૂલ પૃથ્વી પર હેમખેમ પરત

પહેલીવાર ચાર સામાન્ય નાગરિકોએ એસ્ટ્રોનોટની મદદ લીધા વિના અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો

વોશિંગ્ટન : ઇલોન મસ્કની કંપની સ્પેસ-એક્સ દ્વાર મોકલવામાં આવેલા ચાર અંતરિક્ષયાત્રી ત્રણ દિવસની અંતરિક્ષ મુસાફરી બાદ પૃથ્વી પર પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચારેય યાત્રીઓ એસ્ટ્રોનોટ નહોતા અને સામાન્ય નાગરિક હતા.

તેમને લઇને ગયેલું સ્પેસ-એક્સ કેપ્સૂલ આજે એટલાન્ટિક મહાસાગરમાં ફ્લોરિડાના તટ પર ઉતર્યુ હતું. આ યાત્રા બાદ કહેવાઇ રહ્યું છે કે સ્પેસ એક્સ દ્વારા નવા યુગની શરૂઆત કરવામાં આવી છે અને તમામ સામાન્ય લોકો માટે અંતરિક્ષ યાત્રાના દ્વાર ખૂલ્યા છે.

સ્પેસ-એક્સની સંપૂર્ણ ઓટોમેટેડ ડ્રેગન કેપ્સૂલ લિફ્ટઓફ બાદ 585 કિલોમીટર ઉંચાઇએ પહોંચ્યું હતું અને આંતરારષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ 160 કિલોમીટર  દૂર ઉપર પહોંચ્યું હતું. જેમાં બેઠેલા મુસાફરોએ કેપ્સૂલની મોટી બારીમાંથી પૃથ્વીને વિવિધ રીતે નિહાળી હતી.

ચાર વ્યક્તિઓના ક્રૂમાં અરબરિત આઇઝેક જેરેડમેન, અન્ય તેમના ત્રણ મહેમાનો મેડિકલ ઓફિસર હેલી આર્સીનાક્સ ,એરોસ્પેસ ડેટા એન્જિનિયર ક્રિસ સેમ્બ્રોસ્કી અને કોલેજ અધ્યાપદ સિયાન પ્રોક્ટર હતા. આઇઝેસ દ્વારા જ આ યાત્રાના ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. 

શનિવારે સાંજના સમયે તેઓ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યા હતા અને અંતે તેમની કેપ્સૂલ એટલેન્ટિક મહાસાગરમાં પહોંચી હતી.  પરત ફર્યા બાદ આઇઝેક જેરેડમેને કહ્યું હતું કે આ વર્ણવી ન શકાય તેવો અનુભવ હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ પ્રયોગ બાદ અંતરિક્ષની ખાનગી ફ્લાઇટની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે. આયોજકોનું કહેવું છે કે હજુ છ આવી ફ્લાઇટ ઉડશે, જે પૈકી ચાર ફ્લાઇટ અત્યારથી જ બુક થઇ ચૂકી છે.