×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેલવેમાં નોકરીની લાલચ આપીને ૪૦ લોકો સાથે રૃ. ૨.૪૪ કરોડની છેતરપિંડી

 (પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯રેલવેમાં નોકરીની લાલચ આપીને ૪૦ લોકો સાથે છેતરપિંડી આચરવાના રેકેટમાં સંડોવણી બદલ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ૪૩ વર્ષના પુરુષની ધરપકડ કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.ગ્રેટર નોઇડાનો રહેવાસી આરોપી મોહંમદ રાઘિબ ફિરોઝ મનો વિજ્ઞાાનમાં અનુસ્નાતક અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનની ડિગ્રી ધરાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી  પીડિતો પાસેથી નાણા એકત્ર કરવા, એપોઇન્મેન્ટ અને ટ્રેઇનિંગ માટેના વિવિધ ફોર્મ ભરવા સહિતની તમામ રેકેટની પ્રવૃત્તિઓ ચલાવતોે હતો. આ કેસમાં અગાઉ બ્રિજ કિશોર અને સચીન કુમાર એમ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને ૪૦ યુવાનો સાથે કુલ ૨.૪૪ કરોડ રૃપિયાની છેતરપિંડી આચરી હતી. મોટા ભાગના પીડિતો ગરીબ પરિવારોના છે અને તેઓ આગ્રા, હાથરસ અને પટણાની આજુબાજુ આવેલા ગામોના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પૈકીના એક આરોપીએ પોતાની ઓળખ આઇએએસ અધિકારી તરીકે આપી હતી.એડિશનલ કમિશનર ઓફ પોલીસ(ઇકોનોમિક ઓફેન્સ વિંગ) આર કે સિંહે જણાવ્યું હતું કે આરોપીઓએ નક લી એપોઇન્મેન્ટ અને ટ્રેઇનિંગના લેટર પણ ઇશ્યુ કરી દીધા હતાં. આ ઉપરાંત નકલી મેડિકલ પરીક્ષા પણ લેવામાં આવી હતી. ત્યારબાદ દેહરાદૂનમાં ત્રણ મહિનાની ટ્રેઇનિંગ પણ આપવામાં આવી હતી જેથી ઉમેદવારોનો વિશ્વાસ જીતી શકાય.