×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

150 ગુનેગારોનુ એન્કાઉન્ટર, ખેડૂતોને 4.27 લાખ કરોડની લોનઃ યોગી સરકારે રજૂ કર્યુ રિપોર્ટ કાર્ડ, વિરોધ પક્ષોએ કાઢી ઝાટકણી


નવી દિલ્હી,તા.19.સપ્ટેમ્બર,2021

યુપીના સીએમ યોગી આદિત્યનાથે પોતાની સરકારનુ સાડા ચાર વર્ષનુ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ હતુ.

યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, 86 લાખ ખેડૂતોનુ 36000 કરોડ રુપિયાનુ દેવુ માફ કરાયુ છે.શેરડી કરતા ખેડૂતોને 1.44 લાખ કરોડ રુપિયા ચુકવાયા છે અને ખેડૂતો પાસેથી 435 લાખ મેટ્રિક ટન અનાજ ખરીદીને તેમને 79000 કરોડ રુપિયા ચુકવાયા છે.પીએમ કિસાન સન્માન યોજના હેઠળ 2.53 કરોડથી વધારે ખેડૂતોને 37388 હજાર કરોડ રુપિયા બેન્ક એકાઉન્ટમાં અપાયા છે.સાડા ચાર વર્ષમાં ખેડૂતોને 4.72 લાખ કરોડ રુપિયાની લોન અપાઈ છે.

યોગી સરકારે કહ્યુ હતુ કે, 1.67 કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ કનેક્શન અપાયા છે.સીેમ કન્યા સુમંગલા યોજના હેઠલ 9.36 લાખ યુવતીઓને લાભ અપાયા છે.સીએમ સામૂહિક વિવાહ યોજનામાં 1.52 લાખથી વધારે યુવતીઓના લગ્ન કરાવાયા છે.1500 પોલીસ મથકોમાં મહિલા હેલ્પ ડેસ્ક બનાવાઈ છે.218 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરાઈ છે.બેટી બચાવો યોજનાનો 1.80 કરોડ બાળકીઓને લાભ અપાયો છે.10 લાખ સેલ્ફ હેલ્પ ગ્રૂપ થકી  એક કરોડ મહિલાઓને રોજગાર મળ્યો છે.

સરકારે દાવો કર્યો છે કે, 56 જિલ્લાઓમાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ શરુ કરાઈ છે.16 જિલ્લામાં કોલેજ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.પીએમ જન આરોગ્ય યોજના હેઠળ 6.47 કરોડ અને મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 42 લાખ લોકોને વીમા કવચ હેઠળ આવરી લેવાયા છે.રાજ્યમાં 9000 ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફની ભરતી કરાઈ છે.

યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, માફિયાઓની 1866 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે.તેમની પ્રોપર્ટી પર બુલડોઝર ચલાવાયા છે.150 ગુનેગાઓ એન્કાઉન્ટરમાં ખતમ થયા છે.4400 લોકોની ગેંગસ્ટર એકટ હેઠળ ધરપકડ કરાઈ છે.જેમના પર ઈનામ હતુ તેવા 11000 ગુનેગારોની ધપકડ કરાઈ છે.2016ની સરખામણીએ લૂંટના ગુનામાં 69 ટકા, હત્યામાં 29 ટકા, અપહરણમાં 35 ટકા અને દહેજના કારણે થતા મૃત્યમાં 11 ટકા તેમજ રેપની ઘટનાઓમાં 52 ટકાનો ઘટાડો થયો છે.નવા 214 પોલીસ મથક શરુ કરાયા છે.1.43 લાખ પોલીસ કર્મીઓની ભતી કરાઈ છે.

સરકારે દાવો કર્યો છે કે, યુપીમાં પાંચ ઈન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યા છે.બીજા 13 એરપોર્ટનો વિકાસ થઈ રહ્યો છે.પાંચ નવા હાઈવેનુ કામ ચાલી રહ્યુ છે.નોઈડા, લખનૌ, ગાઝિયાબાદ, કાનપુર, આગ્રા, મેરઠ, ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ અને ઝાંસીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

જોકે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તમામ જાહેરાતોને જુઠ્ઠણુ ગણાવ્યુ છે.બસપાના ચીફ માયાવતીએ પણ સરકારના દાવાને જમીન પરની જે હકીકત છે તેનાથી ઘણા દુર ગણાવ્યા છે.

દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ સીએમ અખઇલેશ યાદવે તમામ દાવાઓને ખોટા ગણાવીને કહ્યુ છે કે, રાજ્યમાં ગરીબ, મહિલાઓ અને યુવાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, મોંઘવારી બેરોજગારી અને નફરતનુ સામ્રાજ્ય છે.