×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરત: મંત્રી મંડળની રચના પહેલાં આવેલા ફોનથી ધારાસભ્યના નસીબ ખુલ્યા


- સુરતના હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા,  મુકેશ પટેલ ,સહિત દક્ષિણ ગુજરાતના છ મંત્રીઓનો સમાવેશ

- કુમાર કાનાણીની બાદબાકી બાદ એગ્રેસીવ ગણાતા પાટીદાર ધારાસભ્ય મોરડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ

સુરત,તા.16 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર 

ગુજરાત સરકારના ભુપેન્દ્ર પેટલની નવી સરકારની રચનામાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. સુરતના ત્રણે સહિત દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતના એક સાથે બે ધારાસભ્ય મંત્રી બને તેની સાથે દક્ષિણ ગુજરાતના છ  ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવો આ પહેલો મોકો છે. આ પાંચ ધારાસભ્યમાં કપરાડાના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરીને મંત્રી મંડળમાં સમાવેશ માટે ફોન આવ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. 

આજે મંત્રી મંડળની રચના પહેલાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યને ભાજપના હાઈ કમાન્ડમાંથી આવેલા ફોનથી દક્ષિણ ગુજરાતને એક સાથે પાંચ મંત્રીની ભેંટ મળી છે. સુરતના મજુરા વિધાનસભા વિસ્તારના બે વખત ચુંટણી જીતી ચુકેલા હર્ષ સંઘવીએ કોરોના કાળ દરમિયા કરેલી કામગીરીને ભાજપની નેતાગીરીએ નોંધ લીધી હતી અને હર્ષસંઘવીને ગુજરાતના મંત્રી મંડળમાં સમાવશે કરાયો છે. આ ઉપરાંત બીજો ફોન ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને આવ્યો છે મુકેશ પટેલ કોળી સમાજમાંથી આવી રહ્યાં છે તેથી કોળી સમાજને મહત્વ આપવા માટે મુકેશ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત સુરત વરાછાના ધારાસભ્ય અને પાટીદાર નેતા કુમાર કાનાણીને મંત્રી મંડળમાંથી પડતા મુકાતા તેમની જગ્યાએ કતારગામના એગ્રેસીવ ધારાસભ્ય તરીકેની છાપ ધરાવતાં વિનોદ મોરડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કપરાડાના ધારાસભ્ય જીતું ચૌધરી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા તેમનો પણ  મંત્રી મંડળમાં સમાવવા માટે ફોન આવ્યો છે. જ્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ થઈ રહ્યો છે અને કાર્યકરો ઉજવણી માટે તૈયારી કરી રહ્યાં છે.